નારાજ નેતાઓએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું, સંઘવી ગુસ્સે થયા અને કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં 2 તબક્કામાં આયોજિત મતદાન પહેલા ભાજપે મોટાભાગના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. તેવામાં જેમને ટિકિટ નથી મળી એમાંથી ઘણા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નારાજ ચાલી રહેલા નેતાઓને મનાવવા માટે ભાજપે દિગ્ગજોની ટીમ બનાવી છે. આ દરમિયાન હર્ષ સંઘવી પણ વડોદરાની બેઠક પર ચાલી રહેલા આંતરિક વિવાદને ડામવા માટે પહોંચ્યા હતા. પરંતુ નેતાઓએ તેમને મળવાનું ટાળતા તેઓ રોષે ભરાયા હતા.

હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ માટે પહોંચ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વડોદરાની બેઠક પર ટિકિટ મુદ્દે આંતરિક વિવાદ વધતો જઈ રહ્યા છે. વાઘોડિયા, કરજણ, પાદરામાં આ વિવાદ સામે આવતા હર્ષ સંઘવી નેતાઓને મનાવવા પહોંચ્યા હતા. અહીં તેઓ આંતરિક વિખવાદ અને મતભેદ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવા મુલાકાત કરવા પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન નારાજ નેતાઓએ બહાના બનાવીને તેમને મળવાનું ટાળ્યું હોવાની માહિતી મળી રહી છે. જેના પગલે હર્ષ સંઘવીને પણ આ પસંદ ન આવ્યું હોવાના અહેવાલે સામે આવ્યા.

હર્ષ સંઘવીએ કહ્યું વિરોધીઓને સમજવું પડશે
આ બેઠકો પરથી કેટલાક દિગ્ગજો અપક્ષ ચૂંટણી લડશે એવા સંકેતો પણ મળી રહ્યા હતા. જેના પરિણામે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા. જોકે નારાજ નેતાઓએ વિવિધ કારણોસર મુલાકાત શક્ય ન હોવાનું કહી દેતા હર્ષ સંઘવી પણ નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે જેવા આ લોકો ફોર્મ ભરે અની સાથે જ વિરોધીઓ અંજાઈ જાય એવી ભાજપે રેલી કાઢવાની જરૂર છે.

ADVERTISEMENT

ભાજપ માતા સમાન છે- હર્ષ સંઘવી
અહેવાલો પ્રમાણે હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે ભાજપ આપણી માતા સમાન છે. પાર્ટીએ જ નામ બનાવ્યું છે અને લોકોની સેવા કરવાની તક આપી છે. આપણી ઓળખ ભાજપના કારણે જ છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT