2021-22માં BJPને ખર્ચથી પણ 1000 કરોડ વધારે આવક થઈ, જાણો કોંગ્રેસને કેટલા કરોડ દાન મળ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ 2021-22માં અલગ-અલગ માધ્યમોથી કુલ 1917.12 કરોડ રૂપિયા મળ્યા છે. આ સમયગાળામાં ભાજપે 854.46 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આવી જ રીતે 2021-22માં ખર્ચની સરખામણીએ ભાજપની આવક 1062.66 કરોડ વધારે રહી. આ દરમિયાન ઈલેક્ટોરલ બોન્ડ્સના રૂપમાં ભાજપને 1033.7 કરોડ રૂપિયા પણ મળ્યા.

ભાજપે 2021-22માં કેટલો ખર્ચ કર્યો?
એજન્સીની રિપોર્ટમાં કહેવાયું છે કે, ચૂંટણી પંચે મંગળવારે આ આંકડા સાર્વજનિક કર્યા છે. રિપોર્ટ અનુસાર ભાજપે વર્ષ 2021-22 માટે પોતાની કુલ પ્રાપ્ત આવક 1917.12 કરોડ રૂપિયા જાહેર કરી છે. જ્યારે ભાજપનો ખર્ચ 854.46 કરોડ રૂપિયા છે. બીજી તરફ કોંગ્રેસે પોતાના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2021-22માં પાર્ટીની આવક 541.27 કરોડ રૂપિયા છે, જ્યારે કોંગ્રેસનો ખર્ચ 400.41 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: પઠાણ ફિલ્મને લઈને હુમલો કરવાની ધમકી આપે છેઃ મલ્ટીપ્લેક્સ એસોસિએશને CM ભૂપેન્દ્ર પટેલના દ્વાર ખટખટાવ્યા

ADVERTISEMENT

કોંગ્રેસે કેટલો ખર્ચ કર્યો?
આવી રીતે ખર્ચની સામે કોંગ્રેસની આવક લગભગ 141 કરોડ રૂપિયા વધારે છે. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીને મળેલું દાન ભાજપ અને કોંગ્રેસ કરતા ઘણું ઓછું છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીને નાણાકીય વર્ષ 2021-22માં પોતાની વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં 2.87 કરોડ દાન મળ્યું, જેની કામે તેમણે 1.18 કરોડનો ખર્ચ બતાવ્યો છે. આ ત્રણેય આંકડા માન્યતાપ્રાપ્ત આઠ રાષ્ટ્રીય પાર્ટીઓમાંથી છે.

આ પણ વાંચો: BJP 2024ની ચૂંટણી જેપી નડ્ડાના નેતૃત્વમાં લડાશે, અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવાયો

ADVERTISEMENT

2019-20માં બંને પાર્ટીઓને કેટલું દાન મળ્યું?
જો જૂના આંકડાઓની વાત કરવામાં આવે તો 2019-20માં ભાજપને લગભગ 3623 કરોડની આવક થઈ હતી, જ્યારે આગલા વર્ષ 2020-21માં આ ઘટીને 752 કરોડ થઈ ગઈ. આવી કોંગ્રેસ પર નજર કરીએ તો 2020-21માં પાર્ટીને 285.76 કરોડની આવક થઈ હતી, જ્યારે 2019-20માં પાર્ટીને 682.21 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT