વાહન ચલાવતા ચેતી જજો, પંતગની દોરીથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતા ચકચાર…
વડોદરાઃ ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર માટે અલગ જ ક્રેઝ લોકોમાં જોવા મળે છે. ત્યારે હવે વાહન ચલાવતા પહેલા લોકોએ ચેતી જવું પડશે. કારણ કે ઉત્તરાયણના તહેવારને…
ADVERTISEMENT
વડોદરાઃ ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર માટે અલગ જ ક્રેઝ લોકોમાં જોવા મળે છે. ત્યારે હવે વાહન ચલાવતા પહેલા લોકોએ ચેતી જવું પડશે. કારણ કે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરી ગળામાં આવી જતા વડોદરામાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. બાઈક પર સવાર 46 વર્ષીય વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું છે. નોંધનીય છે કે હવે ટૂ વ્હીલર ચલાવતા પહેલા ચેતવું પડશે.
મોતનો આંકડો 2થી વધુ
ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવાનો ક્રેઝ લોકોમાં જોરદાર પ્રસરી ગયો છે. ગણતરીના દિવસો આ તહેવારને બાકી રહ્યા છે તેવામાં પતંગની દોરી ગળામાં વાગી જતા વડોદરામાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે 46 વર્ષીય વ્યક્તિના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. જેને કારણે તે મોતને ભેટ્યો હતો.
ગાડીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ…
પાલનપુરમાં ગાડીમાં ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતા તેમણે તાત્કાલિક ધોરણે પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. જેમાં 2 શખસોની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. તેમની પાસેથી ચાઈનીઝ ફીરકી અને ગાડી પણ જપ્ત કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
With Input: દિગ્વિજય પાઠક
ADVERTISEMENT