BBCની દિલ્હી ઓફીસમાં ITની રેડ, ‘વિનાશકાળે વિપરિત બુદ્ધી’- કોંગ્રેસ
નવી દિલ્હીઃ બીબીસીની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફીસ પર ઈન્કમ ટેક્સની રેડ કરવામાં આવી છે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં બીબીસીના તમામ કર્મચારીઓના ફોન…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ બીબીસીની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફીસ પર ઈન્કમ ટેક્સની રેડ કરવામાં આવી છે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં બીબીસીના તમામ કર્મચારીઓના ફોન પણ જપ્ત કરી લેવાયા છે. મંગળવારે સવારે ઈન્કમ ટેક્સના અધિકારીઓ આ ઓફીસ પર પહોંચી ગયા હતા. ઉલ્લેેખનીય છે કે હમણાં જ બીબીસી દ્વારા બનાવવામાં આવેલી ડોક્યૂમેન્ટ્રી પર તંત્ર દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જે પછી આ બીબીસી પરની બીજી મોટી કાર્યવાહી છે. આ સર્વેની કામીગરીમાં 15 અધિકારીઓ શામેલ હોવાની વિગતો જાણવા મળી રહી છે
BBC ન્યૂઝ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ, દિલ્હીની ઑફિસમાં તમામ કર્મચારીઓના ફોન જપ્ત#Delhi #BBC #IncomeTaxdepartment pic.twitter.com/qAHZ41i3mI
— Gujarat Tak (@GujaratTak) February 14, 2023
મોદી સામે પીએમ પદના ઉમેદવાર બની શકે છે રાહુલ ગાંધી? જાણો આ સવાલ પર ગૃહમંત્રી શાહે શું કહ્યું
કોંગ્રેસે કહ્યું- દેશમાં અઘોષિત ઈમર્જન્સી
ગુજરાતના રમખાણોને લઈને બીબીસી દ્વારા હાલમાં જ એક ડોક્યૂમેન્ટ્રી બનાવાઈ હતી. જોકે આ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યૂમેન્ટ્રીમાં ભારતના વડાપ્રધાનનું અપમાન થઈ રહ્યું છે તે ભાવનાને લઈને આખરે આ ડોક્યૂમેન્ટ્રીને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. બીબીસી માટે આ મોટો ફટકો હતો. જ્યારે આજે વધુ એક ફટકો બીબીસી પર પડ્યો છે. બીબીસીની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફીસ પર ઈન્કમટેક્સ વિભાગનો સર્વે ચાલી રહ્યો છે. આ મામલામાં કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું છે કે ભારતમાં હવે અઘોષિત ઈમર્જન્સી.
ADVERTISEMENT
BBC પર આવકવેરા વિભાગની કાર્યવાહી મામલે કોંગ્રેસના નેતા જયરામ રમેશનું નિવેદનઃ ‘ અમે અદાણી મામલે JPC ની માગ કરી રહ્યા છીએ, આ તરફ તેઓ BBC પર કાર્યવાહી કરી રહ્યા છે. વિનાશ કાળે વિપરિત બુદ્ધી’#BBC @Jairam_Ramesh #ITRaid #Congress pic.twitter.com/uUt3uWmGMx
— Gujarat Tak (@GujaratTak) February 14, 2023
સુરતઃ ટેબલ પર ચઢી સફાઈ કરવા જતા ત્રીજા માળેથી પટકાઈ મહિલા, સ્થળ પર જ મોત- CCTV આવ્યા સામે
વિનાશકાળે વિપરિત બુદ્ધીઃ કોંગ્રેસ
મીડિયા રિપોર્ટ મળી રહ્યા છે કે આવકવેરા વિભાગ દ્વારા દિલ્હી અને મુંબઈમાં આવેલી બીબીસીની ઓફિસને સંપૂર્ણ રીતે સીલ કરી દેવાઈ છે. કર્મચારીઓના ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. જોકે એક અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવા માટે કહ્યું છે. શક્ય છે કે આ રેડ ઘણી લાંબી ચાલે. આ રેડ મામલે બીબીસીના લંડન સ્થિત ઓફીસમાં પણ જાણ કરી દેવાઈ છે. BBC પર આવકવેરા વિભાગની કાર્યવાહી મામલે કોંગ્રેસના નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું હતું. ‘ અમે અદાણી મામલે JPC ની માગ કરી રહ્યા છીએ, આ તરફ તેઓ BBC પર કાર્યવાહી કરી રહ્યા છે. વિનાશ કાળે વિપરિત બુદ્ધી’
ADVERTISEMENT
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT