ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું અનોખું મંદિર, નૈવેદ્યમાં સૂખડી સાથે સિગારેટ ધરાવાય છે
હિતેશ સુતરીયા/અરવલ્લી: દેશ વિદેશ અને ગુજરાતમાં આપણે દેવી-દેવતાઓના મંદિરો અને તેના મહાત્મ્ય વિશે સાંભળ્યુ અને અનુભવ્યું હશે, પરંતુ ભૂતનું મંદિર કે તેના મહાત્મ્ય કયાંય સાંભળ્યું…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા/અરવલ્લી: દેશ વિદેશ અને ગુજરાતમાં આપણે દેવી-દેવતાઓના મંદિરો અને તેના મહાત્મ્ય વિશે સાંભળ્યુ અને અનુભવ્યું હશે, પરંતુ ભૂતનું મંદિર કે તેના મહાત્મ્ય કયાંય સાંભળ્યું નહિ હોય. ગુજરાતમાં અનોખું એવું ભૂતનું મંદિર અરવલ્લી જિલ્લામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે ભૂતના આ મંદિરમાં લોકોની પણ ખાસ આસ્થા જોવા મળે છે અને ભગવાનની જેમ તેને થાળ તથા નૈવેદ્ય પણ ધરાવે છે.
આ પણ વાંચો: PAK ટીમના કેપ્ટન બાબર આઝમનું સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથે અફેર! ચેટ અને વીડિયો લીક થયા
લોકો ધોળા દિવસે નીકળતા ડરતા, આજે માથું નમાવીને જાય છે
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાથી 12 કિ.મીના અંતરે આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે. આ મંદિર બાબરા ભૂતનું મંદિર છે જેને બાબરીયા વિરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના મહાત્મ્યની વાત કરીએ તો વર્ષો પહેલા ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂતનો વાસો હતો. આ વિસ્તારમાંથી નીકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા, પરંતુ જે તે વખતે વડીલો એ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂતની પૂજા-અર્ચના કરી તેઓની વિધિ વિધાન પૂર્વકની આરાધના કરી હતી.
ADVERTISEMENT
ખેતરનો પાક પહેલા મંદિરમાં ધરાવે પછી ઘરે લઈ જાય
ત્યારબાદ બાબરા ભૂતનું નાનું દેરું બનાવી ખેડૂતોએ નિયમ કર્યો હતો કે આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરા વીરને ધરાવી પછી જ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે.અત્યારે પણ ખેડૂતો પાકનો અંશ મંદિરે ધરાવે છે. બાબરા વિરને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી,શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે, દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે. જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ હાજર રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નિ:સંતાન દંપતિની માનતા પૂરા થાય છે
બાબરીયા વિરમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા આસ્થાળુઓમાં સ્થાનિકોની સાથે સાથે આસપાસના ગામડાઓના લોકોનો પણ સમાવેશ થાય છે. બાબરીયા વિરની બાધા, માનતા નિઃસંતાન દંપતીઓ, બીમાર લોકો તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા લોકો રાખતા હોય છે અને તેઓની આ માનતા પુરી પણ થતી હોય છે, પોતાના કામ પૂર્ણ થયા બાદ લોકો પોતાની માનતા રંગે ચંગે પૂર્ણ કરવા આવતા હોય છે.
ADVERTISEMENT