આણંદમાં પૈસાની લેતીદેતી મામલે જાહેરમાં હત્યાનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ
હેતાલી શાહ, આણંદ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક વખત સવાલો ઉઠયા છે. ત્યારે હવે આણંદ શહેરમાં ગત મોડી સાંજે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી…
ADVERTISEMENT
હેતાલી શાહ, આણંદ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક વખત સવાલો ઉઠયા છે. ત્યારે હવે આણંદ શહેરમાં ગત મોડી સાંજે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી છે. સરદાર પટેલ રાજમાર્ગ પર ખાનગી ફાયરિંગ થયુ હોવાની વાત પ્રકાશમાં આવતા આણંદ ટાઉન પોલીસ, એસ.ઓ.જી,એલ.સી.બી સહિતની પોલીસનો કાફલો દોડતો થયો હતો. અને ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આણંદમાં ફાયરિંગની ઘટનાને લઈ પોલીસ તંત્ર દોડતું થયું છે. ત્યારે જે વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેનો ઘટનામાં આબાદ બચાવ થયો હતો. પૈસાની લેતીદેતી મામલે રાહીલ પટેલ નામના યુવકે એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હોવાની માહિતી મળતા પોલીસે રાહીલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આણંદના એપીસી સર્કલ નજીક ફાયરિંગ થયુ હોવાની વાત વાયુવેગે પ્રસરતા આણંદનુ પોલીસ તંત્ર દોડતુ થયુ હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચીને પુછપરછ કરતા સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે એ.પી.સી. સર્કલ નજીક જમીન દલાલ કે.કે. ઉપર ફાયરીંગ થયુ હોવાની વાત સામે આવી હતી. ઘટનાને લઈ આણંદ ટાઉન પોલીસ તથા જીલ્લા એલસીબી,એસઓજી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી બનાવની ઝીણવટભરી માહિતી એકઠી કરવામાં આવી.
મારી નાખવાની આપી ધમકી
આ બાબતે ભોગ બનનાર કૃષ્ણકાંત નરસિંહભાઈ અઘેરાની આ બનાવ બન્યા અંગેની ખાતરી તપાસ કરવામાં આવી હતી. તથા પોલીસે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા આ બનાવ બનેલની ખાતરી તપાસ કરી કાયદેસરની ફરિયાદ લેવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી. જેમાં આ ઘટનામાં આણંદના જીટોડીયા વિસ્તારમા રહેતા કૃષ્ણકાંત અધેરા ફાયરીંગ કરનાર રાહિલના પિતા જતીનભાઈ પટેલને 8,50,000 રૂપીયા આપ્યા હતા. તે રૂપીયાની ઉઘરાણી કૃષ્ણકાંત અધેરા રાહિલના પિતા પાસે અવાર નવાર કરતા હતા. જેને લઈને રાહિલે તેનું મનદુઃખ રાખી કૃષ્ણકાંતને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

જાહેરમાં કર્યું એક રાઉન્ડ ફાયરિંગ
ત્યારે ગઈકાલ સાંજના કૃષ્ણકાંત તથા ચકલાસીના આસિફખાન આણંદ મા આવેલ એ.પી.સી. સર્કલથી શાન સીનેમા તરફ રોડ પરથી જતા હતા દરમ્યાન રાહિલે તેની કાળા કલરની નંબર વગરની વર્ના ગાડીમાં આવી કૃષ્ણકાંત તથા આસિફખાન ને જાનથી મારી નાંખવાના ઈરાદે તેની પાસેની પિસ્ટલથી એક રાઉન્ડ ફાયરીંગ કરી ગાડી લઇ ફરાર થઈ ગયો હતો. જેને લઈને આણંદ ટાઉન પોલીસે આરોપી રાહિલ સામે ફરિયાદ નોંધી છે. આ ગુનામાં સામેલ આરોપીની શોધખોળ કરવા માટે આણંદ ટાઉન પોલીસ તથા જીલ્લા એલસીબી,એસઓજી પોલીસની ટીમોએ ચક્રો ગતિમાન કર્યા છે.

રાહિલ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
મહત્વનુ છે કે, રાહિલ પટેલ અગાઉ પણ મારામારી જેવા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાની માહિતી મળી રહી છે. ત્યારે કાયદાનો દર રાખ્યા વગર જાહેરમાં હત્યાનો પ્રયાસ થઈ શહેરમાં ઓહાપો મચ્યો છે. આ ઘટના બનતા શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.\
ADVERTISEMENT
ADVERTISEMENT