અંબાજી નજીક વીજ ચેકિંગ કરવા ગયેલ 8 ગાડીઓના કાફલા પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત, અંબાજી: રાજ્યમાં અનેક જગ્યાએ વિજ ચેકિંગ કરતી ટીમ પર હુમલાઓ થયા છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે છે.  ગબ્બર પાસેના ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો થયો છે. જેમા રોડ વચ્ચે આડશો મૂકી કર્મચારીઓને દોડાવવામાં આવ્યા હતા. ત્યારે  અંબાજી જીઇબી અધિકારી વી આર પ્રજાપતી  દ્વારા પાડલીયા ના 2 લોકો સામે પોલીસ ફરિયાદ  દાખલ કરી  છે.

ગબ્બર પાછળ આવેલા પાડલીયા ગામમા 24 જાન્યુઆરીના રોજ સવારે યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ વહેલી સવારે પાડલીયા ગમે વીજ ચેકીંગ કરવા એસઆરપી અને પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. પાડલીયા ખાતે દુકાન બહાર બલ્બ જોતા મામલો બિચક્યો હતો. અને ત્યારબાદ યુજીવીસીએલ ટીમ દ્વારા દુકાનમાં તપાસ હાથ ધરતા હોબાળો મચ્યો હતો. આ ઘટનાને લઈ  ગામના કેટલાક લોકો દોડી આવ્યા હતા. SRP બંદુકધારી સાથે હોવા છતાં કેટલાક લોકોએ GEB કર્મચારી પર હુમલો કર્યો હતો.

મારી નાખવાની આપી ધમકી 
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વીજ ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત ડી બી રાવલ જુનીયર ઈન્જીનીયર ચંડીસર સબ ડિવિઝનના અધિકારીના શર્ટ નો કોલર પકડી ઝપાઝપી કરી મુઢ માર મારવામાં આવ્યો હતો. વીજ ચેકિંગની ટીમના રોજકામના કાગળો હાથમાંથી લઇ સરકારી કામમાં આવેલ ગાડીઓના આગળ   ગાડી તથા મોટર સાયકલ અને બીજી આડશો રસ્તો બંધ કર્યો હતો. આ ઉપરાંત  ગામ લોકોએ ધમકી આપી હતી કે, વીજપોલ પર વાયર કાપવા આવશો તો તમને જીવતા પાછા ઘરે નહીં જવા દઈએ. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ADVERTISEMENT

ભારત સરકારના નામની આપી ધમકી
આ ગામમાં કેટલાક લોકો ભારત સરકારના નામની ખોટી ધાક ધમકી આપી વીજ બીલ ભરતા નથી.યુજીવીસીએલ અંબાજીના વી આર પ્રજાપતિએ પાડલીયા ગામના બે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે .આઠ ગાડીઓનો કાફલો હોવા છતાં ગ્રામજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.   દાંતા તાલુકાના કેટલાક ગામોમાં ભારત સરકાર નામનો ઉલ્લેખ કરીને કેટલાક લોકો ખોટી દાદાગીરી કરી રહ્યા છે.  કેટલાક લોકોએ કર્મચારીઓ પાસેથી વીજચેકિંગના કાગળો અને બોર્ડ પડાવી લીધા હતા તેવો પોલીસ ફરીયાદ મા ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો: જામનગર મનપાના ઢોર ડબ્બામાં ગૌ વંશના મૃત્યુને લઈ વિપક્ષ આકરા પાણીએ, આંદોલનની ચીમકી ઉચ્ચારી
વિજ ચોરી ઝડપી
અંબાજી યુ.જી.વી.સી.એલ.ના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મંગળવારે સવારે 6.30 કલાકના સુમારે વીજચેકીંગ ડ્રાઇવના ભાગરૂપે અંબાજી નજીક પાડલીયા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંબાજી, દાંતીવાડા, સતલાસણા, ચંડીસર અને જલોત્રા યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ સહીત એસ.આર.પી ની ગેંગ પાડલીયા તરફ જઈ રહ્યા હતા. દરમ્યાન અંબાજી થી વિરમપુર જતા જમણી બાજુ એક નાની દુકાનમાં એલઈડીબલ્બ ચાલુ હોઈ તપાસ કરતા વીજચોરી થતી હોવા નુ માલુમ પડ્યું હતુ. જેને લઇ દુકાન ખોલાવતાં કેટલાક ઈસમોએ જણાવેલ કે અમારી ચકાસણી કરવા આવેલ હોવતો અમો ભારતસરકાર ના માણસો છીએ. અને તમોને જો સરકારે મોકલેલા હોય તો તેના પુરાવા આપો અને સ્ટેમ્પ પેપર પર સહી કરો તેમ કહી ઝપાઝપી કરી હતી. સ્થળ પર ચકાસણી કરતા તેઓ પાછળની 200 એલ ટી લાઈનમાં આંકડી મારી સીધી વીજચોરી કરતા હોવાનું માલુમ પડ્યું હતુ.

ADVERTISEMENT

 એ આ આરોપીઓ સામે થઈ ફરીયાદ
1. હોનાભાઇ (નોકાભાઈ) સોમાભાઈ ડૂંગાઇચા
2 .મુંગળાભાઇ (કોલો)  સોમાભાઈ ડૂંગાઇચા

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT