આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ, સત્ર તોફાની બનવાના એંધાણ

ADVERTISEMENT

gujarat vidhansabha
gujarat vidhansabha
social share
google news

ગાંધીનગર: ગુજરાતની 15 મી વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વર્ષ 2023-24 નું બજેટ આવતીકાલે 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે.

આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે. જે પ્રથમ વખત ગૃહમાં હાજરી આપશે. વિધાનસભાના સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું ઉદબોધન, દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામા આવશે. જેમાં પૂર્વ રાજ્યપાલ ઓ પી કોહલી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણ ચૌધરી, પૂર્વ સભ્ય નારણ પટેલ, દાઉદભાઈ પટેલ , મહિપતસિંહ જાડેજા, હરેશકુમાર ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવામા આવશે.

કનુભાઈ દેસાઇ રજૂ કરશે બજેટ
આવતીકાલે નાણામંત્રી કનુભાઇ દેસાઇ શુક્રવારે બજેટ રજૂ કરશે. બુધવારે નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

ADVERTISEMENT

27 બેઠક યોજાશે
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભા ગૃહમાં 25 દિવસમાં 27 બેઠક થશે. પ્રથમ દિવસે જ પેપર લીક અંગે તૈયાર થયેલું બિલ રજૂ થશે. ગુજરાત જાહેર પરિક્ષા વિધેયક રજૂ થશે. પેપર લીક અંગેના બિલ પર ગૃહમાં વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં એક બાદ એક પેપર ફૂટવાની ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લઈને તેને રોકવા માટે બિલ લાવવાની ફરજ પડી છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: અમરેલીમાં ફરી ભૂકંપે લોકોના જીવ તાળવે ચોંટાડ્યા, લોકોમાં ભયનો માહોલ

ADVERTISEMENT

સત્રમાં વિપક્ષનાં કોઇ નેતા જ નહીં હોય
આજે શરૂ થનારા વિધાનસભાનું સત્રમાં વિપક્ષનાં કોઇ નેતા જ નહીં હોય. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. તે ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું હતું. ત્યારે આવનાર 5 વર્ષમાં હવે વિપક્ષને સ્થાન નહીં મળે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT