માર્ગ પર ટેન્કર પલટી જતા થઈ જોવાજેવી, લોકોએ ડિઝલ સમજી લૂંટી માર્યું; જાણો બધુ
પંચમહાલઃ અકસ્માતો ઘણા જોયા હશે પરંતુ ગોધરામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા જોવાજેવી થઈ હતી. લોકોને લાગ્યું કે આ ડિઝલ છે. તો તેઓ અચાનક ટેન્કર…
ADVERTISEMENT
પંચમહાલઃ અકસ્માતો ઘણા જોયા હશે પરંતુ ગોધરામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા જોવાજેવી થઈ હતી. લોકોને લાગ્યું કે આ ડિઝલ છે. તો તેઓ અચાનક ટેન્કર પાસે આવ્યા અને ડિઝલ ભરવા લાગ્યા હતા. નોંધનીય છે કે અવાર નવાર ઘણીવાર દૂધના ટેન્કર પલટી ખાઈ ગયા હોય એવી માહિતીઓ સામે આવતી રહે છે. પરંતુ અત્યારે કેમિકલને ડિઝલ સમજી લૂંટતા લોકોને જોઈને અનોખી ઘટના સર્જાઈ હતી.
ડિઝલ સમજી લોકો દોડી આવ્યા…
ગોધરાના કેવડિયા ચંચેલાવ માર્ગ પર કેમિકલ ભરેલી ટેન્કર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે અહીં લોકોનો જમાવડો થઈ ગયો હતો. સ્થાનિકો નાના વાસણો ભરીને કેમિકલને લઈ જતા નજરે પડ્યા હતા. નોંધનીય છે કે ગણતરીના સમયગાળામાં જ અહીં ટેન્કરમાં ભરેલા કેમિકલને લૂંટવાનું શરૂ થઈ ગયું હતું.
અકસ્માતમાં ચાલકને ઈજા
કેમિકલનું ટેન્કર પલટી મારી જતા ચાલકને નુકસાન પહોંચ્યું છે. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં ઈજા પામેલા ટેન્કર ચાલકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
With Input: શાર્દૂલ ગજ્જર
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT