ડબલ આવકની વાત છોડો પાકના પૂરતા ભાવ પણ નથી મળતા, ધોરાજીમાં ખેડૂતોએ ખેતરમાં ‘સમાધિ’ લીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગિયા/રાજકોટ: હાલ રાજ્યમાં ડુંગળીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પોષણક્ષમ ભાવ ન મળતા ડુંગળીના ખેડૂતોને વાહનભાડાનો પણ ખર્ચ કાઢવામાં મુશ્કેલી આવી રહી છે. આ વચ્ચે હવે રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોએ જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા અનોખી રીતે સરકારનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ ખેતરમાં જ ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ કર્યો અને ‘સરકાર જણસીના ભાવ પુરતા આપો નહીંતર ઈચ્છા મૃત્યુ આપો’ તેવી માંગ કરી હતી.

જણસીનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ
હાલ રાજ્યમાં ખેડૂતોની દયનીય હાલત થઈ ગઈ છે. કોઈ પણ પ્રકારના જણસીના ભાવો નથી મળી રહ્યા. જેમાં ઘઉં, કપાસ, સોયાબીન, મગફળી તથા અન્ય જણસીના ભાવો ન મળતા ખેડૂતો ચિંતિત થયા છે. માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસીના પુરતા ભાવ નથી મળી રહ્યા. ત્યારે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આજે ખેતરમાં ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ કર્યો હતો. એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે, પણ ખેડૂતોની કોઈ પણ જણસીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા.

સરકાર સુધી વાત પહોંચાડવા ખેતરમાં સમાધિ લીધી
તેથી પોષણક્ષમ ભાવ નહીં મળતા ગુજરાત સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેતરમાં સમાધિનો કાર્યક્રમ કરીને કાગળ પર એવું લખાણ કર્યુ કે ‘સરકાર કાં તો જણસીના ભાવ પુરા આપે નહીં તો ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપે’ તેવી માંગ સાથે સુત્રોચ્ચાર પણ કર્યો હતો. હાલ ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT