અરવલ્લીઃ રેન્જ ફોરેસ્ટ ઓફીસર પર થયો હુમલો, 10 લોકોનું ટોળું તૂટી પડ્યું
અરવલ્લીઃ અરવલ્લીના ડામોર ઢુંઢા ગામે રેન્જ ફોરેસ્ટ ઓફીસર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં ગાડીની તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. તેમણે…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લીના ડામોર ઢુંઢા ગામે રેન્જ ફોરેસ્ટ ઓફીસર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં ગાડીની તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. તેમણે ટેલિફોનિક વાતચિત દરમિયાન પોતાના પર દસેક લોકોના ટોળા દ્વારા હુમલો કરાયો હોવાની પુષ્ટી કરી છે. બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
‘મોદીના પિતાના અવસાનની વાત મળી ત્યારે…’- શું છે આ જુના Videoમાં
કાર મુકીને ભાગવું પડ્યુંમ
અરવલ્લીના મેઘરજ ખાતે આવેલા ડામોર ઢુંઢા ગામે આજે શુક્રવારે સાંજે એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર હુમલાની ઘટના બની છે. અહીં ખાનગી વાહન લઈને ફરજની કામગીરી માટે ગયેલા આરએફઓ (રેન્જ ફોરેસ્ટ ઓફીસર) મેહુલ દોમડા પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો. જુની અદાવતને લઈને અહીં લોકોના ટોળાએ આરએફઓ મેહુલ દોમડા પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમની કારની તોડફોડ પણ કરવામાં આવી હતી. દોમડાની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. સાથે જ જ્યારે તેમની સાથે ટેલિફોનિક સંવાદ કરવાનો પ્રયત્ન કરાયો ત્યારે તેમણે આ વાતની પુષ્ટી કરી છે કે તેમના પર હુમલો થયો છે અને દસેક લોકોના ટોળા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. તેમના પર હુમલો કરાયા પછી તેઓને કાર મુકીને ઘટના સ્થળેથી બાગી જવું પડ્યું હતું. તેઓ ત્યાંથી સીધા મેઘરજ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા.
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT