લો બોલો! દારૂ ભરેલી કારે બાઈકને અડફેટે લીધું, CCTV ફૂટેજમાં પોલીસ કોન્સ્ટેબલ જ દારૂની ફેરાફેરી કરતા દેખાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: ગુજરાતમાં આમ તો કહેવાતી કડક દારૂબંધી છે. આ દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે ત્યારે ખુદ પોલીસ જ બુટલેગરનો સાથ આપી દારૂની હેરાફેરામાં મદદ કરતા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તે પણ પોલીસની દારૂ ભરેલી કારનો અકસ્માત થતા આ ભેદ ખૂલ્યો હતો. જેને લઈને ખુદ પોલીસે જ પોલીસને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કાર અને બાઈકના અકસ્માત બાદ પોલીસનો ભેદ ખુલ્યો
અરવલ્લીના મેઘરજમાં ઈકોસ્પોર્ટ કારનો અકસ્માત થતા દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો હતો. કારનો અકસ્માત થતા મેઘરજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી જ અન્ય કારમાં દારૂ ભર્યો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ખુદ પોલીસકર્મી જ દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં હોળીના તહેવારે આ ક્રિકેટરના ઘરે તસ્કરોનો હાથ ફેરો, લાખોના દાગીના અને રોકડ ચોરાઈ

ADVERTISEMENT

સીસીટીવીમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા કેદ
ખુદ પોલીસ કોન્સ્ટેબલ અન્ય કારમાં દારૂ ભરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. એવામાં સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બીજી તરફ કારનો બાઈક સાથે અકસ્માત થયા બાદ બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા જ દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરાતા સમગ્ર મામલો છુપાવવા માટે મરણીયા પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT