સુરતના સચિન GIDC વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા 4 મજૂર દટાયા, 1નું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાજપૂત, સુરત: શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નિર્માણાધીન સચિન ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ પ્રાઈવેટ લિમિટેડની બાજુની દિવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ઘટી.   કામ કરતા 4 મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે આ મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા, જ્યારે એક મજૂર કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સામાન્ય હોવાનું જાણવા મળે છે. GIDC ના રોડ નંબર 2 પર આવેલા પ્લોટ નંબર 269માં સચિન ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ પ્રા.લિ.નું બાંધકામ ચાલી રહ્યું હતું. આ જગ્યા પર 10 થી 15 મજૂરો કામ કરી રહ્યા હતા. દરમિયાન બાંધકામ સ્થળની દિવાલ અચાનક ધસી પડી હતી. જેના કારણે 4 મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી.

એક મજૂરનું થયું મોત
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. દિવાલના કાટમાળ નીચે દટાયેલા 3 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે કાટમાળ નીચે દબાઈ જવાથી એક મજૂરનું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યો હતો.

ADVERTISEMENT

જાણો શું થયું હતું
બાંધકામ સાઈટ પર કામ કરતા મજુર મનસુખભાઈએ જણાવ્યું કે હું કામ કરી રહ્યો હતો ત્યારે બાજુની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી. તો 10-15 લોકો ત્યાં કામ કરતા હતા, 2 લોકો દટાયા હતા, જેમાંથી 1નું મોત થયું હતું. અન્ય એક મજૂર અરવિંદ ભાઈએ જણાવ્યું કે ભૂગર્ભ સ્તંભો ભરવામાં આવી રહ્યા હતા. અમે બાજુ ખોલી રહ્યા હતા અને દિવાલ તરફ કામ કરી રહેલા 6-7 લોકો દટાઈ ગયા. 10 બચી ગયા, એક મૃત્યુ પામ્યો. બાજુની દિવાલ અમારી તરફ પડી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT