વડોદરામાં ફ્લેટ એક કરતા વધુ ગ્રાહકોને વેચીને US ભાગતો ઠગ બિલ્ડર મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો
Vadodara News: વડોદરામાં દુકાન-મકાનની સ્કીમોના નામે કરોડોની ઠગાઇ કરનાર બિલ્ડર જયેશ પટેલ મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો છે. ગોત્રી પોલીસ તેનો કબજો લેવા મુંબઇ રવાના…
ADVERTISEMENT
Vadodara News: વડોદરામાં દુકાન-મકાનની સ્કીમોના નામે કરોડોની ઠગાઇ કરનાર બિલ્ડર જયેશ પટેલ મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો છે. ગોત્રી પોલીસ તેનો કબજો લેવા મુંબઇ રવાના થઇ છે. પોલીસ સૂત્રોના મુજબ બિલ્ડર જયેશ નટવરલાલ પટેલે સત્યા ડેવલોપર્સના નામે પેઢી શરુ કરી સ્ટાર રેસીડન્સી નામનો પ્રોજેકટ શરુ કર્યો હતો. આ પછી જયેશ પટેલે ફલેટ અને દુકાનો બુક કરવાનું શરુ કર્યું હતું. પ્રોજેકટ પુરો થાય તે પહેલાં જયેશ પટેલે બાનાખત કર્યા બાદ પણ અન્ય લોકોને ફલેટ વેચી દીધા હતા. ફલેટ એક કરતા વધુ લોકોને વેચીને છેતરપીંડી કરી હતી.
બિલ્ડર સામે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી
જયેશ પટેલ મોટી રકમ લઇને રવાના થઇ ગયો હતો ત્યારે તેની સામે ફરિયાદ થઇ હતી. તે વિદેશ ભાગી ના જાય તે માટે ગયા મહિને વડોદરા શહેર પોલીસ દ્વારા તેના વિરુધ્ધ લુક આઉટ નોટિસ જારી કરાઇ હતી. દરમિયાન મુંબઇ એરપોર્ટ ખાતે ઇમીગ્રેશન વખતે જયેશ પટેલને ઝડપી પાડયો હતો.
ADVERTISEMENT
5 કરોડથી વધુની છેતરપિંડી આચર્યાની ફરિયાદ
જેનો કબજો લેવા માટે ગોત્રી પોલીસ મુંબઇ જવા રવાના થઇ ગઇ છે. બિલ્ડર જયેશ સામે સૌથી પહેલી ફરિયાદ 2022માં જૂનમાં દાખલ થઇ હતી. 2023માં ફેબ્રૂઆરી મહિનામાં 13, માર્ચ મહિનામાં અને જૂન મહિનામાં 3 એક સહિત કુલ વીસથી વધુ ફરિયાદ નોંધાઇ છે, જયેશ પટેલે પાંચ કરોડ કરતાં વધુ રકમની છેતરપીંડી કરી હોવાનું જાણવા મળે છે.
મુંબઈ એરપોર્ટથી ઝડપાયો બિલ્ડર
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘જયેશ પટેલને પકડવા માટે ગોત્રી પોલીસ સક્રિય હતી પણ તે હાથમાં આવતો ન હતો. કરોડો રુપિયાનું કૌભાંડ કર્યું હતું એટલે પહેલી ફરિયાદ નોંધાઈ અને જયેશ પટેલ હાથમાં નહીં આવતાં પોલીસે તે વિદેશ ભાગે તે પહેલાં લુક આઉટ નોટિસ જારી કરી હતી. જેના આધારે લુક આઉટ નોટિસથી મુંબઇ એરપોર્ટ ખાતે જયેશ પટેલના પાસપોર્ટ નંબરના આધારે ઝડપાઈ ગયો હતો. ઇમીગ્રેશન વિભાગે તેને ડીટેન્શન સેન્ટરમાં બેસાડી દીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઇથી તુર્કી થઈને યુએસ જવાનો હતો
તપાસમાં સપાટી પર આવ્યું છે કે, ‘જયેશ પટેલ મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપાયો પણ તે પહેલાં તુર્કી જવાનો હતો અને તુર્કીથી તે યુએસ જવાનો હતો. યુએસ જવા માટે તેને કોને મદદ કરી હતી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
(દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT