વિદેશમાં વધુ એક ગુજરાતી પર હુમલો, સુપરમાર્કેટમાં ઘુસેલા નિગ્રો લૂંટારૂઓએ વડોદરાના યુવક પર બંદૂક તાકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodara News: વિદેશમાં વધુ એકવાર લૂંટના ઈરાદે ગુજરાતી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. વડોદરાના વ્યક્તિ પર આફ્રિકામાં નિગ્રો લૂંટારૂઓએ સુપર માર્કેટમાં પ્રવેશીને હુમલો કર્યો હતો. લૂંટારૂઓને રોકવાનો પ્રયાસ કરતા યુવક પર હુમલો કરીને તેને ઈજાગ્રસ્ત કરીને ફરાર થઈ ગયા હતા. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વડોદરાના યુવક પર નિગ્રો લૂંટારૂઓનો હુમલો

વિગતો મુજબ, ગત શનિવારે ફરી આફ્રિકાના વેન્ડા ટાઉનમાં મૂળ વડોદરાના કરજણના સાંસરોદ ગામના વતની યુવાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં લૂંટના ઇરાદે આવેલા નિગ્રોએ દુકાનમાં પ્રવેશ કરી પરિવાર ઉપર બંદૂક તાંકીને હતી. લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા ગુજરાતી યુવાન દુકાનમાં આવી જતાં તેણે નિગ્રો લૂંટારુઓને પકડવાની કોશિશ કરી હતી. એવામાં લુટારુઓએ યુવાન ઉપર હુમલો કરી ફરાર થઈ ગયા હતા.

ADVERTISEMENT

હુમલામાં ગંભીર ઇજાને પગલે યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. લૂંટની સમગ્ર ઘટના દુકાનમા લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.વિદેશમાં ગુજરાતીઓ પર વધતા હુમલાઓથી સ્વજનો ચિંતિત થયા છે. આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા ભરુચ જિલ્લાના એક યુવાન ઉપર હુમલાની ઘટના સામે આવી હતી.

(દિગ્વિજય પાઠક)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT