સુરતના ચકચારી બેંક લૂંટ કેસમાં 4ની ધરપકડ, પિસ્તોલ અને 2 લાખ જપ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ કોઈ ફિલ્મમાં લૂંટારૂઓ બેંક લૂંટવા આવે ત્યારે હથિયારો સાથે ધસી આવી બધાને બંધક બનાવી લૂંટ ચલાવી પળ વારમાં ગુમ થઈ જતા આપે જોયા હશે પરંતુ સુરતમાં આવી ઘટના સત્ય હકિકત બની સામે આવી હતી. સુરતમાં સચિન વિસ્તારમાં આવેલી એક બેંકમાં ધોળા દિવસે 5 લૂંટારુઓ બેંકમાં પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા. તેમણે બેંકના કર્મચારીઓને બાનમાં લઈને 13 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ શખ્સો હવે પોલીસના સકંજામાં આવી ગયા છે. શખ્સો પૈકીના 4ની ધરપકડ થઈ છે. હવે અન્ય સાથીઓની પણ તપાસ હાથ ધરી પોલીસ તેમને પણ દબોચી લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.

દાંતીવાડાના ડેરી ગામે રીંછ હુમલામાં યુવક લોહીલુહાણ: વન વિભાગ દોડતું થયું

8 દિવસમાં સુરત પોલીસે ઝડપી પાડ્યા લૂંટારુઓને

સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 ઓગસ્ટ 2023ના રોજ બાંજ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની શાખામાં દિવસભર 13 લાખની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બે બાઇક પર સવાર લૂંટારૂઓ બેંકની બહાર અને અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. લૂંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી બે બાઇક પણ ચોરાઇ ગઇ હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુખ્ય આરોપી વિપિન સિંહ ઠાકુર, અરબાઝ ખાન શાનમોહમ્મદ ખાન, અનુજ પ્રતાપ સિંહ ઠાકુર અને ફુરફાન શેખ ગુજરની યુપીના અમેઠીમાંથી ધરપકડ કરી છે. આરોપી વિપિન સિંહ ઠાકુર સામે 32 ગુના નોંધાયેલા છે. તે થોડા દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને બે લાખ રોકડા જપ્ત કર્યા છે. આ લૂંટારુઓને પકડનારી પોલીસ ટીમને એક લાખનું ઈનામ આપવામાં આવશે. લૂંટને અંજામ આપવા માટે બેંકની રેકી કરીને પસંદગી કરવામાં આવી હતી કારણ કે ત્યાં કોઈ સુરક્ષા ગાર્ડ ન હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT