સુરતમાં રથયાત્રાની તડામાર તૈયારીઓઃ ભગવાન જગન્નાથ ગુજરાતના સૌથી મોટા હાઈટેક રથમાં સવાર થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ દેશમાં ભગવાન જગન્નાથની સૌથી લાંબી રથયાત્રા અમદાવાદમાં કાઢવામાં આવે છે. રથયાત્રાને લઈને રાજ્યના સુરત શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાંથી નીકળનારી રથયાત્રા માટે વડોદરામાં આધુનિક રથ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભગવાન જગન્નાથની સાથે ભૈયા બલદાઉ અને બહેન સુભદ્રા શહેરની યાત્રા માટે જશે. ભગવાન જગન્નાથ જે રથમાં તેમના મોટા ભાઈ અને બહેન સાથે સવારી કરશે તે રથને સજાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ રથને ગુજરાતનો સૌથી મોટો રથ ગણાવવામાં આવી રહ્યો છે.

Image preview

મહીસાગરમાં અનોખા લગ્નઃ મુશળધાર વરસતા વરસાદમાં પણ વર કન્યાએ લીધા ફેરા- Video

8 મહિનાથી બની રહ્યો છે રથ
20મી જૂને યોજાનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા માટે સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઇસ્કોનની ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન જગન્નાથ જે રથમાં તેમના મોટા ભાઈ બલદાઉ અને બહેન સુભદ્રા સાથે સવારી કરશે તેને હાથથી રંગવામાં આવી રહ્યો છે. આ રથને હાઈટેક સ્વરૂપમાં બનાવવામાં આવ્યો છે. બરોડામાં છેલ્લા 8 મહિનાથી રથ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ આધુનિક રથની ઊંચાઈ 35 ફૂટ, પહોળાઈ 17 ફૂટ અને લંબાઈ 28 ફૂટ છે.

ADVERTISEMENT

Image preview

રથમાં પાવર સ્ટિયરીંગ
ઈસ્કોન મંદિર સાથે જોડાયેલા હરિમુરારી દાસે જણાવ્યું કે આ રથ આધુનિક ટેક્નોલોજીનો છે. પાવર સ્ટિયરીંગ પણ તેમાં બિલ્ટ છે. ડ્રાઇવરને સ્ટિયરિંગ પર બેસવા માટે સીટ પણ બનાવવામાં આવી છે. રથને નિયંત્રિત કરવા માટે બ્રેક્સ વગેરે પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં રથને ખેંચવાની પરંપરા મુજબ ભક્તો ભગવાન જગન્નાથને દોરડા વડે ખેંચીને શહેરની યાત્રા કરાવશે. રથના ઉપરના ભાગને હાઇડ્રોલિક બનાવવામાં આવ્યો છે. રથયાત્રા સુરતના વરાછા વિસ્તારના મીની બજારથી શરૂ થશે, જે લગભગ 9 કિલોમીટરનું અંતર કાપીને સુરતમાં જ સરથાણા જકાત નાકા ખાતે સમાપ્ત થશે. આ રથને તૈયાર કરવામાં 11 થી 12 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને તેને બનાવવા માટે બરોડામાં 45 જેટલા કામદારોએ 8 મહિના સુધી મહેનત કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT