Gujarat Rain: ધોરાજીના હાલ બેહાલ, ભાવનનગર-મહીસાગરમાં વરસાદ, તળાજાની નદીમાં આવ્યું પુર- Videos
અમદાવાદઃ ગુજરાતમાં આજથી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના ઘણા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં આજથી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પણ પડ્યો છે. અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં આજે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. જોકે આ ઉપરાંત મહિસાગર, ભાવનગર, સુરતમાં તો વરસાદને જોરદાર બેટિંગ કરી છે.
વરસાદથી વાહનચાલકો પરેશાન
મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થઈ ગયો હતો. ધીમી ધારે શરૂ થયેલો વરસાદનું જોર વધ્યું હતું અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ફક્ત 45 મિનિટમાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. લુણાવાડા મોડાસા હાઇવે પર બુરહાની કોમ્પ્લેક્ષ બહાર પાણી ભરાતા બેટ જેવો માહોલ સર્જાયો હતો. જેથી હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ બંધ થતાં વરસાદી પાણી ઓસરતા બુરહાની કોમ્પ્લેક્ષના દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
તળાજાની નદીમાં આવ્યું પૂર
ભાવનગર જિલ્લામાં આજે અચાનક પડેલા વરસાદના કારણે હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ઘોઘા સબ ડિવિઝનના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ઘોઘા તાલુકાના કુકડ, કંટાળા, ગોરીયાળી, પીથલપુર, ઓદરકા, વાવડી, તણસા સહિતના આસપાસના ગામોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થયો હતો. આ સાથે પોહરી ડેમમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે તેમજ ઓડરકા ડેમમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે. આ વરસાદ કુકડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી છે. તળાજા તાલુકાના પાણીયાળી ગામની નદીમાં વધુ વરસાદના કારણે પૂર આવ્યું છે. કુકડ અને પાણીયાળી ગામની નદીઓમાં ભારે પ્રવાહ સાથે પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને જોઈને લોકોમાં પણ ઉત્સુકતા જાગી છે. પહોરી આઈ ખોડિયાર મંદિર પાસે નદીમાં પૂરનું પાણી વહી રહ્યું છે. કુકડની આસપાસના કંટલા, પાણીયાળી, નવાગામ, ખાદરપર, પીથલપર ગામોમાં 2 થી 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે કુકડની ફળકુ નદી પર આવેલા કુકડ ગામે ઘોડાપુર સ્થિત પોહારી ડેમમાં પણ પાણીની સારી આવક જોવા મળી રહી છે.
ADVERTISEMENT
જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં યુવાઓ ગાંધીનગર પહોંચ્યા, પોલીસની સામે જ રામધૂન બોલાવી
મોરબીમાં પડી વીજળી લોકોના ઈલેક્ટ્રિક ડિવાઈસને નુકસાન
મોરબીના સાવસર પ્લોટમેન કોમ્પલેક્ષમાં વીજળી પડવાની ઘટના બની છે. પાર્થ કોમ્પલેક્ષમાં પણ વીજળી પડી હતી. જેના કારણે કેમ્પસમાં રહેતા લોકોના વીજ ઉપકરણોને નુકસાન થયું છે. અહીં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સદનસીબે, કોઈને ઈજા થઈ નથી અને કોઈનું મૃત્યુ થયું નથી.
ADVERTISEMENT
કાવી કંબોઈ ખાતે પાણીમાં ફસાઈ કાર
જંબુસરના કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા ભક્તની કાર અકાળે મોતને ભેટી હતી. તેની કાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ મદદ કરી વાહનને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. લોકોએ કરેલી મદદ અને તંત્રની કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે જે અહીં આપ સમક્ષ રજુ કર્યો છે.
ADVERTISEMENT
જર્જરિત ઈમારત પડતા માતા-પુત્રીનું મોત
હિંમતનગરના મુસ્તફા મસ્જિદ રોડ પર સર્વોદય સોસાયટી પાસે જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં માતા અને તેની પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. ગત રાત્રે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. મૃતક માતાનું નામ મુમતાઝ બેન ગુલામભાઈ અને પુત્રીનું નામ બુસરખાતુન ગુલાબભાઈ છે. માતાની ઉંમર 50 વર્ષ અને પુત્રીની ઉંમર 25 વર્ષની હતી. ઘર ચલાવવાની જવાબદારી વિધવા માતા પર હતી, જ્યારે દીકરો 17 વર્ષનો છે. આ અંગેની માહિતી મળતા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તકેદારીના ભાગ રુપે ઘરને તાળું લગાવવી દીધું છે. જર્જરિત બિલ્ડીંગની છત પડતા તંત્રની કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
રાજકોટના ધોરાજીમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીમાં પડેલા ધોધમાર વરસાદને પગલે આ વિસ્તારમાં તો વરસાદી પાણીનું વહેણ જોઈને જ ચોંકી જવાય તેવું છે. અહીં કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પાણી કેવું ધસમસતું જઈ રહ્યું છે. આવો જ ધોધમાર વરસાદ સુરતમાં પણ જોવા મળ્યો છે. સવારે આગાહી પ્રમાણે ભારે વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT