પૂર્વ IAS અધિકારી એસ.કે લાંગાની ધરપકડ, અડધા ગુજરાતમાં આચર્યા હતા કૌભાંડ

ADVERTISEMENT

S.K Langa
S.K Langa
social share
google news

ગાંધીનગર: જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા IAS અધિકારી એસ.કે લાંગાની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું મસમોટુ કૌભાંડ આચર્યું હતું. ગોધરામાં પણ કલેક્ટર હતા ત્યારે તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવ્યો હતો. જેના કારણે પંચમહાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આજે ગાંધીનગર પોલીસ દ્વારા લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. મોડી સાંજે તેને SIT ની ઓફીસ ખાતે હાજર કરવામાં આવે તેવી શક્યતા છે. ભ્રષ્ટાચાર કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ થયા બાદ લાંબા સમયથી તેની સામે તપાસ ચાલી રહી હતી. પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને તેમણે ગાંધીનગર અને અગાઉ જ્યાં જ્યાં પણ તેઓના પોસ્ટિંગ રહ્યા ત્યાં તેઓએ અનેક ભ્રષ્ટાચાર આદર્યા હતા.

લાંગાના નામે ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવવાનું આ ઉપરાંત ખેતીમાંથી બિનખેતી કરવાનું કૌભાંડ આચરવાના પણ અનેક આક્ષેપો થઇ ચુક્યા છે. આ ઉપરાંત માતરમાં થયેલા સૌથી મોટા જમીન કૌભાંડમાં પણ તેનું નામ ખુલ્યું હતું. આ કાંડમાં એક મંત્રીનું પત્તુ પણ કપાઇ ગયું હતું. કારનામાની જાણ છેક દિલ્હી સુધી પહોંચતા આખરે તંત્રએ ભારે હૈયે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જો કે આમાં સાચી રીતે તપાસ થાય તો અનેક રાજકીય હસ્તીઓ અને નાના અધિકારીઓનાં નામ ખુલે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT