9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલ પર ગાળિયો કસાયો, હવે RTO વિભાગ પર મોટી કાર્યવાહી કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર બેફામ રીતે પૂરપાટ સ્પીડે કાર હંકારીને 9 લોકોના જીવ લેનારા નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જેલમાં છે. ઈસ્કોન અકસ્માતની ઘટના બાદ તથ્ય પટેલના કારનામાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. જેમાં તેની સામે અગાઉના બે અકસ્માત મામલે પણ ફરિયાદ નોંધાઈ છે, તો 25થી વધુ વખત તે ઓવરસ્પીડમાં કાર ચલાવી ચૂક્યો હોવાનું પણ પોલીસ કહી ચૂકી છે. આ બાદ હવે RTO વિભાગ એક્શનમાં આવ્યું છે.

તથ્ય પટેલનું લાઈસન્સ રદ કરાશે
બેફામ રીતે વાહન હંકારીને અકસ્માત કરનારા તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ RTO દ્વારા ટ્રાફિક પોલીસ પાસે ઓન પેપર તમામ વિગતો મગાવવામાં આવી છે. આ વિગતો મળ્યા બાદ RTO વિભાગ હિયરિંગ કરીને તથ્ય પટેલનું લાઈસન્સ રદ કરશે.

ત્રીજા અકસ્માતની વિગતો સામે આવતા નોંધાઈ વધુ એક FIR
તો ગઈકાલે જ તથ્ય પટેલ સામે અકસ્માત કેસમાં ત્રીજી FIR પણ નોંધાઈ છે. આ અકસ્માતની વિગતો મુજબ, સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે વધુ એક FIR નોંધાઈ છે. જે મુજબ, વાંસજડા ગામના પૂર્વ સરપંચે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, 1લી જાન્યુઆરી 2023ના રોજ 3થી 5 વાગ્યાના અરસામાં એક કાર ચાલકે ગામના ભાગોળે મેઈન રોડ પર સાણંદ તરફ જતા બળીયાદેવ મંદિરના આગળના સાઈડના પિલ્લરને નુકસાન કર્યું હતું, જેથી મંદિરના ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને રૂ.20,000નું નુકસાન કર્યું હતું. તાજેતરમાં સમાચાર પત્રોમાં વાંચતા જાણવા મળ્યું કે આ કાર ચાલક તથ્ય પટેલ હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT