શહીદ જવાન મહિલાપસિંહનો આજે જન્મદિવસ અને આજે જ બારમું, અમદાવાદની આ સ્કૂલને તેમનું નામ અપાયું
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં ગોળી વાગતા અમદાવાદના જવાન મહિપાલસિંહ રાણા શહીદ થયા હતા. તેમની અંતિમ યાત્રામાં અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે યોગાનું…
ADVERTISEMENT
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં ગોળી વાગતા અમદાવાદના જવાન મહિપાલસિંહ રાણા શહીદ થયા હતા. તેમની અંતિમ યાત્રામાં અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે યોગાનું યોગ આજે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસના પર્વએ મહિપાલસિંહ વાળાનો જન્મદિવસ છે, કરુણતા એવી છે કે આજે જ તેમનું બારમું પણ છે.
શહીદ મહિપાલસિંહ વાળાનો આજે જન્મદિવસ
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા મહિપાલસિંહ વાલાનો આજે 15મી ઓગસ્ટે જન્મ દિવસ છે. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામેલા મહિપાલસિંહ વાળાનો એકબાજુ જન્મ દિવસ છે. વિધિની વક્રતા તો જુઓ કે માતૃભૂમિ માટે બલિદાન આપનારા મહિપાલસિંહનું આજે બેસણું છે અને તેમના જન્મ દિવસ પર જ પરિવારને તેમના બારમાની ઉત્તરક્રિયા કરવી પડી રહી છે.
ઓગસ્ટ મહિના સાથે ખાસ સંયોગ
મહિપાલસિંહને ઓગસ્ટ મહિના સાથે ખાસ સંયોગ હોય એમ ઓગસ્ટ મહિનામાં જ તેમનો જન્મ થયો, આ જ મહિનામાં તેમણે દેશ માટે શહીદી વહોરી. તથા હાલમાં જ તેમના નિધન બાદ ઘરમાં લક્ષ્મી સ્વરૂપ દીકરીનું આગમન થયું છે, જેનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સ્કૂલનું નામ મહિપાલસિંહના નામ પરથી રખાયું
તો ખાસ નિકોલ વિસ્તારમાં આવેલી લીલાનગર શાળાને આજે શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમમાં શહીદ વીર મહિપાલસિંહ માટે બે મિનિટ મૌન પણ પાળવામાં આવ્યું હતું. આ પહેલા સ્કૂલ બોર્ડ દ્વારા અમદાવાદમાં 8 જેટલી શાળાનું વીર શહીદોના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ત્યારે વિરાટનગર વોર્ડમાં આવેલી લીલાનગર સ્માર્ટ શાળા નં.2નું નામ હવે મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાના નામથી રાખવાની જાહેરાત જગદીશ પંચાલ દ્વારા કરાઈ છે.
ADVERTISEMENT