કરોડો રૂપિયા સાથે ધૂમ સ્પીડમાં જતી SISની વાનનો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર અકસ્માતઃ રેલીંગ તોડી નીચે
હેતાલી શાહ.નડિયાદઃ હજીતો અમદાવાદ ઈસ્કોન બ્રીજ પર નબીરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કાર ઓવરસ્પીડમાં ચલાવી 9 નિર્દોષોને કચડી નાખ્યાની ઘટના લોકોના મનમાંથી વિસરાઈ નથી ત્યાં…
ADVERTISEMENT
હેતાલી શાહ.નડિયાદઃ હજીતો અમદાવાદ ઈસ્કોન બ્રીજ પર નબીરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કાર ઓવરસ્પીડમાં ચલાવી 9 નિર્દોષોને કચડી નાખ્યાની ઘટના લોકોના મનમાંથી વિસરાઈ નથી ત્યાં આજે વધુ એક ઓવર સ્પીડ વાહન ચલાવી અકસ્માત સર્જવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર નડિયાદ પાસે ફતેપુરા કેનાલ પાસે એક્સપ્રેસ હાઇવે ઉપર પસાર થતી કેશ વાન હાઇવે પર રોંગ સાઈડ પર ફુલ સ્પીડમાં ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વાનમાં હતા કરોડો રૂપિયાઃ કેવી રીતે થયો અકસ્માત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઓવરસ્પિડના કારણે અકસ્માત સર્જાયો હતો. નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર SIS નામની કંપનીની કેશ વેનમાં કરોડો રૂપીયા લઈને જઈ રહી હતી. દરમ્યાન કેશવેનના ચાલકે ખોટી સાઈડમાં કોઈ વાહનને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કેશ વેન ઓવર સ્પીડમાં હતી, જેના કારણે વેન સીધી હાઈવેની સેફ્ટી એંગલ તોડી અંદાજિત 10થી 12 ફુટ ઉંડી કેનાલની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ કેશ વાનમાં પાંચ વ્યકિતઓ સવાર હતા. જેમાં બે ગનમેન , કેશ વાનનો ડ્રાઇવર સહિત એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ કેશવેનમા કરોડો રૂપીયા ભરેલા હતા. જેને લઈ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
‘ગમે તેટલા તોડકાંડ થાય ડગવાનું નથી’ જેલ બહાર આવ્યા પછી યુવરાજસિંહે પહેલીવાર કરી વાત
તથ્યની ઘટનાથી શું શીખી પોલીસ
આ અકસ્માત થતા થોડી જ વારમાં અહીં પોલીસ આવી ગઈ હતી અને એક્સ્પ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ દ્વારા એક્સ્પ્રેસ વે પર તુરંત હાઇવે પર બેરિકેટિંગ કરી થોડા સમય માટે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવી જ કાંઈક ઘટના અમદાવાદમાં બની હતી ત્યારે થાર કારના અકસ્માતને કારણે ત્યાં થયેલા ટોળા પર તથ્યની ઓવર સ્પીડ કાર ફરી વળી હતી. જેમાં લોકોના જીવ ગયા હતા. આવી ઘટના ના બને તે માટે પોલીસે અહીં બેરિકેટ્સ લગાવવાની તકેદારી પહેલા કરી હતી. આ ઘટના અંગે હાઇવે પેટ્રોલના સુપરવાઇઝર અલખ પટેલના જણાવ્યા અનુસાર,”આ ગાડી બરોડા સાઈડથી આવતી હતી, અમદાવાદ બાજુ જતી હતી. ગાડી ઓવર સ્પીડને લીધે રોંગ સાઈડ ઓવર ટેક કરતા ગાડી હાઇવેની એંગલ તોડીને આશરે 10 થી 12 ફૂટ નીચે અમારા આર ઓ ડબલ્યુમાં જતી રહી છે. જે ફતેપુરાની સીમ છે. ફતેપુરાની સીમની બાજુમાં આશરે 10થી 12 ફૂટ નીચે નહેર આવેલી છે. કુલ 4 જણાને વાગ્યું છે. વાનમાં કુલ 5 લોકો હતા. ગાડી ઓવર સ્પીડમાં હતી અને રોંગ સાઈડમાં ઓવર ટેક કરવા જતી હતી.
ADVERTISEMENT
મહત્વનું છે કે, અમદાવાદમાં ઈસ્કોનબ્રીજ પર ઓવરસ્પિડના કારણે તથ્ય પટેલે કરેલા અકસ્માતમાં 9 નિર્દોષોના જીવ ગયા છે. ત્યાર બાદ પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનામાં તો કેશવાન હતી, જો આ વેન થોડે આગળ આવેલી નહેરમાં ખાબકી હોત તો જાનમાલને પણ નુકસાન થવાની શક્યતા નકારી શકાય એમ ન્હોતી. અને એમાંય ખાસ તો જો કેશવાન રોંગ સાઈડા રોડ પર આવી ગઈ હોત તો ??? જોકે ઘટનાની જાણ કંપનીને થતાં તાત્કાલિક કંપનીના સંચાલકો સ્થળ પર પહોંચી અન્ય વાહનમાં રહેલી કેશને સુરક્ષિત લઈ જવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઘાયલ 4 લોકોને વડોદરા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT