કચ્છમાં વધુ એક આશાનું કિરણ, કાશ્મીર બાદ કચ્છમાં લિથિયમ ધાતુ હોવાની સંભાવના

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: જમ્મુ- કાશ્મીરમાં લિથિયમનો મોટો જથ્થો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણની ટીમને હાથ લાગ્યો છે. જે દેશ માટે અનેક તકોનું નિર્માણ કરશે. ભારત માટે એક વરદાન સાબિત થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમનો ભંડારનો હોવાની સંભાવના સેવાઇ રહી છે.   ભારતમાં બેટરી બનાવવામાં ઉપયોગમાં લેવાતા લિથિયમના સ્ત્રોત મળી આવ્યા છે. આ દુર્લભ ધાતુ ખૂબ જ ઓછી માત્રામાં મળે છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ કચ્છમાં પણ આ ધાતુ શોધી રહ્યુ છે.

કચ્છ સહિત આ રાજ્યમાં કરવામાંઆવી હતી શોધ
વર્ષ 2019માં લોકસભામાં સરકાર દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે, આ અંગે તપાસ ચાલી રહ્યી છે. બેટરી અને ઇવાહનોના વધતા ચલણ માટે લિથિયમ ખૂબ જ જરૂરી છે. લિથિયમની માંગને સંતોષવા દેશમાં જ શોધના પ્રયાસો વધારાયા છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હેઠળ કામ કરતા ઍટૉમિક મિનરલ ડાયરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ દ્વારા દેશમાં કર્ણાટક, રાજસ્થાન, ઝારખંડ અને કચ્છમાં શોધ કરાઇ હતી.

પ્રકૃતિની સૌથી હલકી ધાતુઓ પૈકીની એક
​​​​​​​લિથિયમ પ્રકૃતિની સૌથી હલકી ધાતુ માંથી એક માનવામાં આવે છે. અન્ય પદાર્થો સાથે તે ઝડપથી રસાયણિક ક્રિયા કરે છે. તેને હવામાં રાખવામાં આવે તો ઓક્સિજન સાથે રસાયણિક ક્રિયાથી સળગવા માંડે છે. તેના કારણે જ લિથિયમને તેલમાં રાખવામાં આવે છે. તે શુદ્ધ રૂપમાં મળતુ નથી. તે ધાતુ હોવા છતાં ચાકુથી તેને કાપી શકાય તેવુ નરમ હોય છે. તેનો ઉપયોગ બેટરી, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને એરોસ્પેસના સાધનોમાં થાય છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ‘યે આરામ કા મામલા હૈ’, અમદાવાદના બજેટ પરની ચર્ચા દરમિયાન કોર્પોરેટરો નિંદર માણતા દેખાયા

કચ્છની જમીન સંશોધનનો વિષય રહી
ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ  દેશમાં વિવિધ જગ્યાએ આ લિથિયમ સહિતની દુર્લભ ધાતુની શોધ કરી રહી છે. જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે. ખનીજ અને ભૂસંપદાથી ભરપૂર કચ્છની જમીન સદીઓથી અભ્યાસીઓ અને વૈજ્ઞાનીકો માટે સંશોધનનો વિષય રહી છે. કચ્છના અખાત, જમીન અને રણમાં અનેક કેમીકલ, ખનીજ અને ધાતુની સંભાવનાઓ છે. દુનિયામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતી લિથિયમ નામની ધાતુની કચ્છમાં સંભાવનાઓને પગલે અહીં પણ ભારત સરકારે સંશોધન હાથ ધર્યું છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT