કોંગ્રેસને વધુ એક ફટકો, આણંદ જિલ્લાના આ દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. ફક્ત 17 બેઠકો પર વિજય મેળવ્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સતત નારાજગી જોવા મળી રહી હતી ત્યારે હવે  ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત રહ્યો છે. આ દરમિયાન આણંદના પૂર્વ ધરાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના પ્રાથમિક પદ પરથી રાજીનામું ધરી દીધું છે. અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને એક બાદ એક સતત ફટકા પડ્યા હતા. 18 થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ મૂક્યો હતો. આ દરમિયાન હવે ચૂંટણી બાદ પણ કોંગ્રેસને ફટકો લાગ્યો છે. આણંદના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે. અને ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હસ્તે વિધિવત ભાજપમાં જોડાયા છે.

કાંતિભાઈ સોઢાપરમાર આણંદ તાલુકા પંચાયતના બે ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત  2 ટર્મ આનંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્યારે એક વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: પરીક્ષાર્થીઓના આંદોલનની કલ્પનામાત્રથી ધ્રુજી સરકારઃ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર મોટી ફોર્સ ઉતારી

જાણો શું લખ્યું પત્રમાં 
કાંતિભાઈ સોઢાપરમારે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને રાજીનામાંનો પત્ર સોંપ્યો છે. તેમ લખ્યું છે કે, હું ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ તરીકેથી તથા કૉંગ્રેસ પક્ષના તમામ હોદા પરથી આજરોજ રાજીનામુ આપુ છું. જે આપને વિદિત થાય.

ADVERTISEMENT

ADVERTISEMENT

આ જિલ્લામાં એક પણ સીટ નથી મળી
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અસ્તિત્વની ચૂંટણી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મળી છે. કોંગ્રેસે 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT