અમરેલીઃ રાજુલામાં ધાતરવડી નદી કાંઠેથી મળી 16 વર્ષની તરુણીની લાશ, પથ્થરના ઘા કર્યાની શંકા
અમરેલીઃ અમરેલી-રાજુલાના નવી માંડરડી ગામ નજીકથી એક તરુણીની લાશ મળી આવ્યાની ઘટનાથી ભારે ચકચાર મચી છે. બનાવને પગલે સ્થાનીક પોલીસે તુરંત સ્થળ પર દોડી આવી…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલી-રાજુલાના નવી માંડરડી ગામ નજીકથી એક તરુણીની લાશ મળી આવ્યાની ઘટનાથી ભારે ચકચાર મચી છે. બનાવને પગલે સ્થાનીક પોલીસે તુરંત સ્થળ પર દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કિશોરીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.
રાજુલા પોલીસ સાથે તપાસમાં LCB અને SOG પણ જોડાયું
અમરેલી-રાજુલાના નવી માંડરડી ગામ નજીકથી વહેતી ધાતરવડી નદીના કાંઠેથી આજે ગુરુવારે એક 16 વર્ષની કિશોરીની લાશ મળી આવ્યાની ઘટના બની છે. ગામ પાસે કિશોરીની લાશ હોવાને પગલે પોલીસ અને ઘણા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે સ્થળ પર દોડી તપાસ આરંભી દીધી હતી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસને પ્રારંભીક ધોરણે પથ્થરના ઘા મારેલાના નિશાન જોવા મળતા હોવાની આશંકા હતી. જોકે વધુ નક્કર વિગતો પોસ્ટ મોર્ટમાં સામે આવશે. પોલીસે હાલ હત્યાની આશંકાને લઈને તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં રાજુલા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી પણ જોડાઈ છે. હાલ પ્રાપ્ત થઈ રહેલી જાણકારી પ્રમાણે પોલીસને આ તરુણી કોણ છે તેની જાણ થઈ ગઈ છે અને તેના પરિવારની પુછપરછની કામગીરી આરંભી છે.
(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT