લાઠીની રામકથામાં મોરારી બાપુએ હીરા બા માટે કરી પ્રાર્થનાઃ સ્વાસ્થ્યમાં થયો સુધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ તેમને બુધવારે સારવાર માટે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન માતાની તબીયતના સમાચાર મળતા જ તાબડતોબ અમદાવાદ દોડી આવ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાધીથી લઈને ઘણા નેતાઓ દ્વારા હીરા બાના સ્વાસ્થ્યને લઈને પ્રર્થના અને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આજે ગુરુવારે હિરા બા સાજા થાય તે માટે રામકથાકાર મોરારી બાપુએ લાઠીમાં કથાના છઠ્ઠા દિવસે રામકથા વચ્ચેના વાર્તાલાપ દરમિયાન પ્રાર્થના કરી હતી.

મંદિરમાં થઈ હતી ખાસ પુજા
અમરેલીના લાઠીમાં મોરારી બાપુનની રામકથા ચાલી રહી હતી ત્યારે રામકથાના છઠ્ઠા દિવસે હીરા બાનું સ્વાસ્થ્ય જલદી સારું થાય તે માટે સહુ શ્રોતાગણો વતી મોરારી બાપુએ પ્રાર્થા કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે હીરા બાના આશીર્વાદ લાંબા સમય સુધી સહુને પ્રાપ્ત થતા રહે. ઉલ્લેખનીય છે કે ગત બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં અમદાવાદ તેમના માતાની તબીયતની ચિંતાને લઈને દોડી આવ્યા હતા. ત્યાં તેમણે તબીબો સાથે ચર્ચા કરી હતી. સાંજે ઘણા નેતાઓએ પણ તેમના માતાની ખબર પુછી હતી. સાથે જ તેમના તબીયતમાં સુધારો થી રહ્યો હોવાનું અને કોઈ મોટું જોખમ ન હોવાનું કહેવામાં આવ્યું હતું. હીરાબાના સ્વાસ્થ્યને લઈને વડનગરના હાટકેશ્વર મંદિરમાં પુજા પણ કરવામાં આવી હતી, દીર્ઘ આયુની કામનાઓ સાથે રુદ્રાભિષેક, રુદ્રીય પાઠ કરાયો હતો. હાલ હીરા બાની તબીયતમાં ઘણો સુધારો છે.

આ પણ વાંચવા જેવું
‘હડતાળ શું? પાલિકાવાળાઓને મારવા, તોડફોડ કરવી જોઈએ’- પ્રભાતસિંહ ચૌહાણ- Video
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ, જાણો રોકા સેરેમની વિશે…
ઊનાના યુવકને 2 વર્ષમાં એક જ આંગળીએ 9 વખત સાપ ડંખ્યો, કંટાળીને 540 કિ.મી દૂર રહેવા જતો રહ્યો

મોરારી બાપુએ અગાઉ પણ મોદીને વખાણ્યા
ઉલ્લેખનીય છે કે પોતાની રામકથા દરમિયાન વિવિધ ક્ષેત્રોની વાતો કરતા મોરારી બાપુ ઘણી વખત ચર્ચાઓનું કેન્દ્ર રહી ચુક્યા છે. તેઓ અગાઉ પણ ઘણા વિવાદોમાં પણ પડી ચુક્યા છે. ઉપરાંત તેઓ ઘણી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વખાણી પણ ચુક્યા છે. જોકે આ વખતે બાબત જ કાંઈક અલગ હતી કે હીરા બાની તબીયત માટે મોટા ભાગના લોકોએ આશાઓ અને પ્રાથનાઓ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સમયમાં પોતાનાઓની સાથે સાથે વિરોધીઓ પણ સાથે ઊભા રહ્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT