Amreli: બાઇકના ડેલામાં ભભૂકી આગ, 100 થી વધુ બાઇક બળીને ખાખ
Amreli: ઉનાળાની શરૂઆત સહથે જ આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલીમાં આગની ઘટના સામે આવી છે. સવાર કુંડલમાં જંગલમાં આગ લાગ્યા…
ADVERTISEMENT
Amreli: ઉનાળાની શરૂઆત સહથે જ આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલીમાં આગની ઘટના સામે આવી છે. સવાર કુંડલમાં જંગલમાં આગ લાગ્યા બાદ હવે સાવરકુંડલાના મણિનગર ખાતે આવેલા બાઇકના ડેલામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ બાઇકનો ડેલો રહેણાંક વિસ્તારમાં આવેલો હોવાથી અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો.
બાઈકના ડેલાંમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે. ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી દેખાતા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આ આગના સમાચાર મળતા પાલિકાના બે ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમની સાથે પીજીવીસીએલ અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
100 થી વધુ વાહનો આગમાં ભસ્મીભૂત
જૂના બાઇક ના ડેલામાં લાગેલી આ વિકરાળ આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી. જોકે, આ અંગે તપાસ થઇ રહી છે. ત્યારે 100 ઉપરાંતના જૂના બાઇક આગમાં ભસ્મીભૂત થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, ફાયરની ટીમે કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે.
ADVERTISEMENT
થોડા સામે પહેલા ઓઇલ મિલમાં લાગી હતી આગ
અમરેલી તાલુકામાં આવેલા વિઠલપુર ખભાળિયા વચ્ચે ઓઇલ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી. ત્યારે આજે સાવરકુંડલામાં પણ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. આગની જાણ અમરેલી ફાયર ટીમને કરતા અમરેલી ફાયર ઓફિસર સહિત ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો સતત મારો ચલાવી રહ્યા હતો. જ્યારે આગ વિકરાળ હોવાને કારણે કલાકો સુધી પાણીનો મારો યથાવાત રાખવામાં આવ્યો હતો.મહામહેનતે આગપર કાબૂ મેળવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT