મેચનો જોરદાર VIDEO : ફોર બચાવવાના ચક્કરમાં ફીલ્ડરે આપી દીધા પાંચ રન, જુઓ

ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ એકમાત્ર ટેસ્ટ મેચ રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી. ઝિમ્બાબ્વેને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં એક રસપ્રદ બાબત જોવા મળી હતી. ઝિમ્બાબ્વેના એક ફિલ્ડરે ચાર રન બચાવવાના પ્રયાસમાં પાંચ રન આપ્યા હતા.

ZIM vs IRE

ZIM vs IRE

follow google news

ZIM vs IRE : ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ એકમાત્ર ટેસ્ટ મેચ રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી. ઝિમ્બાબ્વેને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં એક રસપ્રદ બાબત જોવા મળી હતી. ઝિમ્બાબ્વેના એક ફિલ્ડરે ચાર રન બચાવવાના પ્રયાસમાં પાંચ રન આપ્યા હતા. તેણે બાઉન્ડ્રી લાઇન પર ચારને રોક્યા, પરંતુ આયર્લેન્ડના બંને બેટ્સમેનોએ દોડીને પાંચ રન પૂરા કર્યા અને આ જોઈને કોમેન્ટેટર્સ પણ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શક્યા નહીં. 

આયર્લેન્ડને બીજા દાવમાં જીતવા માટે 158 રનની જરૂર હતી. 17 ઓવર સુધી આયર્લેન્ડે 73 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ ક્ષણે મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હતી અને અહીંથી એવું લાગી રહ્યું હતું કે બંનેમાંથી કોઈ એક ટીમ જીતી શકે છે, વાસ્તવમાં ઝિમ્બાબ્વે વધુ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું હતું. તે સમયે આયર્લેન્ડ તરફથી એન્ડી મેકબ્રાયન અને લોર્કન ટકર ક્રિઝ પર હતા.

રિચર્ડ નગ્વારા 18મી ઓવર નાખવા આવ્યો અને ટકર પ્રથમ બોલ પર સિંગલ લીધો. આ પછી, આગામી બોલ પર, મેકબ્રાયને કવર તરફ સારો શોટ રમ્યો. ઝિમ્બાબ્વેનો ફિલ્ડર બાઉન્ડ્રી રોકવાનો પૂરો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો અને તેણે બૉલને બાઉન્ડ્રી ક્રોસ કરતા અટકાવ્યો હતો, પરંતુ આ પ્રયાસમાં તે પોતે બાઉન્ડ્રીની બહાર લગાવેલા હોર્ડિંગ્સની ઉપર ગયો હતો. ફિલ્ડર પાછો આવ્યો ત્યાં સુધીમાં બોલ લીધો અને વિકેટકીપર તરફ પાછો ફેંક્યો, મેકબ્રાયન અને ટકર દોડ્યા અને પાંચ રન લીધા.

આ જોઈને કોમેન્ટેટર્સ પણ હસવા લાગ્યા. ક્રિકેટ આયર્લેન્ડે પણ તેનો વીડિયો શેર કર્યો છે. ચાહકોએ ટિપ્પણી કરી છે કે જો ઝિમ્બાબ્વેના ફિલ્ડરે બોલને અટકાવ્યો ન હોત અને બાઉન્ડ્રી જવા દીધી હોત તો સારું થાત, તેણે ટીમ માટે ઓછામાં ઓછો એક રન તો બચાવ્યો હોત.

મેચની વાત કરીએ તો ઝિમ્બાબ્વેએ પ્રથમ દાવમાં 210 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આયર્લેન્ડ પ્રથમ દાવમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઝિમ્બાબ્વેએ બીજા દાવમાં 197 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડે છ વિકેટ ગુમાવીને 158 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. આયર્લેન્ડે બીજા દાવમાં 21 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મેકબ્રાયન અને ટકરે મળીને આયર્લેન્ડની જીતનો પાયો નાખ્યો હતો.

    follow whatsapp