Viral Kohli ના બહુચર્ચિત ઇયર બર્ડની કિંમત સાંભળી ચોંકી ઉઠશો

Virat Kohli ક્રિકેટર હોવાની સાથે સાથે દેશના સેંકડો લોકોનો પસંદગીનો સ્ટાર પણ છે. એટલું જ નહી તેના હેરસ્ટાઇલથી માંડીને તેના લુકને પણ મોટા પ્રમાણમાં લોકો…

Virat Kohli Ear Buds

Virat Kohli Ear Buds

follow google news

Virat Kohli ક્રિકેટર હોવાની સાથે સાથે દેશના સેંકડો લોકોનો પસંદગીનો સ્ટાર પણ છે. એટલું જ નહી તેના હેરસ્ટાઇલથી માંડીને તેના લુકને પણ મોટા પ્રમાણમાં લોકો ફોલો કરતા હોય છે. જો કે હાલમાં વિરાટ કોહલીના ઇયર બર્ડ ખુબ જ ચર્ચામાં છે. જો કે આ ઇયર બર્ડ અંગે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

બીજી તરફ હાલમાં જ BCCI એ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડિઝના વિકેટ કીપર બેટર જોશુઆ ડા સિલ્વાની માંને મળ્યા હતા. ત્યાર બાદ તેમની માતાની આંખોમાંથી આંસુ છલટી ઉઠ્યા હતા. વિકેટકીપરે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ખુબ જ વખાણ કર્યા હતા. આ વીડિયોમાં વિરાટ કોહલી એક બ્લેક કલરના ઇયર બર્ડ સાથે જોવા આવ્યા છે. આ ઇયરબર્ડસ APPLE કંપનીના છે.

APPLE ના ઇયરબર્ડ્સ

આ ઇયરબર્ડ્સ APPLE કંપનીનો છે, જો કે આ Air Pods, Air Pods Pro, Air Pids Pro Max નથી. કોહલીના ઇયરબર્ડ્સ Beats Powerbeats Pro TWS છે. આ ઓફલાઇન અને ઓનલાઇન માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

BEATS કંપની Apple ની છે

Beats કંપનીનું વર્ષ 2014 માં એપલ દ્વારા અધિગ્રહણ કરવામાં આવી ચુક્યું છે. Beats Music અને Beats Electronics ના અનેક પોપ્યુલર હેડફોન, સ્પીકર અને ઓડિયો સોફ્ટવેર છે. બીટ્સ હાલ પણ ભારતના બજારમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે છે. ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટથી બિટ્સ પ્રોડક્ટ વેચાણ માટે ઉફલબ્ધ છે. જો કે કેટલાક Beats TWS earbuds અને હેડફોનને Apple Imagine stores પર ઉપલબ્ધ કરાવ્યા છે.

શું છે કિંમત

વિરાટ કોહલીના ઇયરબડ્સ જોવામાં બિટ્સ પાવરબિટ પ્રો ટીડબલ્યુએસ ઇયરબર્ડ જેવા છે. જે Amazon India ના પ્લેટફોર્મ પર 31500 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે Flipkart પર તે હાલ અન અવેલેબલ બતાવી રહ્યા છે.

    follow whatsapp