યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક બેટિંગથી કોહલીની કરી બરાબરી, 2024માં આ કામ કરનારો પ્રથમ ખેલાડી બન્યો

Yashasvi Jaishwal: ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં શ્રીલંકા પ્રવાસ પર ટી-20 શ્રેણી જીતી લીધી છે. 3 મેચની શ્રેણીમાં પ્રથમ 2 મેચ જીતીને ભારતીય ટીમે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચમાં ઓપનર યશસ્વી જયસ્વાલના બેટમાંથી રનનો વરસાદ થયો હતો.

Yashsvi Jaishwal

Yashsvi Jaishwal

follow google news

Yashasvi Jaishwal: ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં શ્રીલંકા પ્રવાસ પર ટી-20 શ્રેણી જીતી લીધી છે. 3 મેચની શ્રેણીમાં પ્રથમ 2 મેચ જીતીને ભારતીય ટીમે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચમાં ઓપનર યશસ્વી જયસ્વાલના બેટમાંથી રનનો વરસાદ થયો હતો. તેણે 15 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 30 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે તે વર્ષ 2024માં 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત, તે એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે વિરાટ કોહલીની બરાબરી પર પહોંચી ગયો છે.

યશસ્વીએ રેકોર્ડ બનાવ્યો

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વર્ષ 2024માં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. આ 13 મેચોમાં તેણે 63.93ની શાનદાર એવરેજ અને 94.54ની મજબૂત સ્ટ્રાઈક રેટ સાથે 1023 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન યશસ્વીએ 5 અડધી સદી અને 2 સદી ફટકારી છે. આ 1023માંથી યશસ્વીએ ટેસ્ટમાં 740 રન અને ટી20માં 283 રન બનાવ્યા છે.

કોહલી સાથે રેકોર્ડની બરાબરી કરી

ટીમ ઈન્ડિયા માટે એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવનાર સૌથી યુવા વ્યક્તિ ક્રિકેટર મામલે સચિન તેંડુલકરનું નામ ટોચ પર છે. તેંડુલકરે 1992માં માત્ર 19 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ 22 વર્ષની ઉંમરે 2010માં એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવ્યા હતા. હવે યશસ્વી જયસ્વાલે પણ વર્ષ 2024માં 22 વર્ષની ઉંમરે આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

    follow whatsapp