World Cup 2023: શુભમન ગિલને ડેગ્યૂ થયો, ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચમાં મેદાન પર ઉતરવું મુશ્કેલ

Shubhman Gill Dengue: ICC ક્રિકેટ ODI વર્લ્ડ કપ (ICC ODI World Cup 2023) માં રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા (IND vs AUS) નો સામનો કરશે. ચેન્નાઈમાં યોજાનારી…

gujarattak
follow google news

Shubhman Gill Dengue: ICC ક્રિકેટ ODI વર્લ્ડ કપ (ICC ODI World Cup 2023) માં રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા (IND vs AUS) નો સામનો કરશે. ચેન્નાઈમાં યોજાનારી આ મહત્વપૂર્ણ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર છે. ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુનો ભોગ બન્યો છે. આ રીતે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ બની ગયું છે. શુભમન ગિલના તાજેતરના ફોર્મને જોતા કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો છે.

ગુરુવારે ટીમના પ્રેક્ટિસ સેશનમાં નહોતો આવ્યો ગિલ

ધ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ રવિવારે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની પોતાની પહેલી મેચમાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વિના મેદાન પર ઉતરી શકે છે. જાણવા મળ્યું છે કે, ગુરુવારે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમના પ્રેક્ટિસ સેશનમાં પણ શુભમન આવ્યો નહોતો. તે ડેન્ગ્યૂ પોઝિટિવ મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. સૂત્રો મુજબ, ભારતીય ટીમ મેનેજમેન્ટ ગિલના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે અને શુક્રવારે વધુ એક ટેસ્ટ બાદ તેની ઉપલબ્ધિ વિશે નિર્ણય કરવામાં આવશે.

    follow whatsapp