World Cup 2023: દર્શકો વગર થશે Pakistan vs New Zealand મેચ, જાણો World Cup ના સૌથી મોટા અપડેટ્સ

Pakistan vs New Zealand, World Cup 2023: ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની ક્રિકેટ ટીમો હાલમાં એશિયા કપ 2023 (Asia cup 2023)માં રમી રહી છે. આ…

gujarattak
follow google news

Pakistan vs New Zealand, World Cup 2023: ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની ક્રિકેટ ટીમો હાલમાં એશિયા કપ 2023 (Asia cup 2023)માં રમી રહી છે. આ પછી તેમને ODI વર્લ્ડ કપ (World Cup 2023) રમવાનો છે, જેનું આયોજન ભારત કરશે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે જવાની છે. પરંતુ તે પહેલા પાકિસ્તાનની મેચને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ (England) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રમાશે. પરંતુ આ પહેલા તમામ 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. પાકિસ્તાને 29 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે તેની વોર્મ-અપ મેચ રમવાની છે.

આ મેચને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સુરક્ષાના કારણોસર આ મેચ દર્શકો વગર યોજાઈ શકે છે. આજતક દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સુરક્ષા કારણોસર આ મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવા માંગે છે.

મેચને અન્ય સ્થળે પણ શિફ્ટ કરવામાં આવી શકે છે

મળતી માહિતી મુજબ, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા આ મામલે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે 16 સપ્ટેમ્બરે બેઠક કરવા જઈ રહ્યા છે. આ પછી જ મેચ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે HCA એ BCCIને કહ્યું છે કે તે સમયગાળા દરમિયાન તહેવારો હશે. જેના કારણે વોર્મ અપ મેચ માટે સુરક્ષા વ્યવસ્થા કરવી પડકારજનક બની રહી છે. આ જ કારણ છે કે રાજીવ શુક્લા હૈદરાબાદ જશે અને ત્યાં સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે સુરક્ષાને લઈને વાત કરશે. આ પછી જ નિર્ણય લેવામાં આવશે કે આ મેચ દર્શકો વિના યોજવી કે અન્ય કોઈ સ્થળે શિફ્ટ કરવી.

Kheda Politics News: આ તો ઉંધુ થયું, ભાજપના બળવાખોરોને કારણે કોંગ્રેસને મળી સત્તા, સોજિત્રામાં થયું કાંઈક આવું

પાકિસ્તાન વર્લ્ડકપ 2023ની શરૂઆત હૈદરાબાદથી જ કરશે

પાકિસ્તાન વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં જ ડેબ્યૂ કરશે. આ પછી બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાની ટીમ 3 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે બીજી પ્રેક્ટિસ મેચ રમવાની છે. જ્યારે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમશે. જે બાદ 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાવાની છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની તમામ વોર્મ-અપ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી રમાશે. જ્યારે ટીમના તમામ 15 ખેલાડીઓને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

ODI વર્લ્ડ કપ 2023 પ્રેક્ટિસ મેચોનું શેડ્યૂલ…

29 સપ્ટેમ્બર

બાંગ્લાદેશ વિ શ્રીલંકા, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
દક્ષિણ આફ્રિકા Vs અફઘાનિસ્તાન, તિરુવનંતપુરમ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ

30 સપ્ટેમ્બર

ભારત Vs ઈંગ્લેન્ડ, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
ઓસ્ટ્રેલિયા Vs નેધરલેન્ડ, તિરુવનંતપુરમ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ

2 ઓક્ટોબર

ઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, તિરુવનંતપુરમ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ

3 ઓક્ટોબર

અફઘાનિસ્તાન વિ શ્રીલંકા, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
ભારત Vs નેધરલેન્ડ, તિરુવનંતપુરમ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
પાકિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ

    follow whatsapp