નવી દિલ્હી : અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડકપમાં એક મેજર અપસેટ સર્જી દીધો હતો. રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબીના જાદુ સ્પીનના કારણે અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડની ટીમને 69 રનથી પછાડી દીધી હતી. વર્લ્ડ કપ 2023 માં પ્રથમ અપસેટ જોવા મળ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ઇંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની પ્રથમ જીત છે. અગાઉ અફઘાનિસ્તાન ઇંગ્લેન્ડ સામેકોઇ પણ ફોર્મેટમાં ક્યારે પણ જીત મેળવી શક્યું નહોતું.
ADVERTISEMENT
પહેલા રમવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 285 રન બનાવ્યા હતા. જેમાં રહેમાનતુલ્લાહનું 80 રન સાથે આક્રમક પ્રદર્શન રહ્યું હતું. જો કે બીજી તરફ 286 રનના ટાર્ગેટને પાર કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. માત્ર 215 રન જ બનાવી શકી હતી.
Pure joy 🥰 🇦🇫#CWC23 #ENGvAFG pic.twitter.com/JzQWnodTlD
— ICC (@ICC) October 15, 2023
હેરી બ્રુકે 61 રનની તોફાની ઇનિંગ રમી પરંતુ તે પોતાની ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. અફઘાનિસ્તાનના સ્પીનર સામે પત્તાના મહેલની જેમ ઇંગ્લેન્ડની ટીમ ભાંગીને ભુક્કો થઇ ગઇ હતી. રાશિદ ખાન- મુજીબ ઉર રહેમાને 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ નબીએ 2 વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT