IPL 2025 Auction: આઈપીએલ 2025ના ઓક્શન પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યાને રિલીઝ કરવાની છે. એટલે કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સમાં ફરીથી રિટેન કરવામાં આવશે નહીં. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને ટીમમાં જોડ્યા હતા.
ADVERTISEMENT
MIમાંથી પંડ્યાને કરાશે રિલીઝ: રિપોર્ટ
એટલું જ નહીં ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ લઈને તેને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સોંપી હતી. તેમ છતાં IPL 2024માં ટીમ સારું પ્રદર્શન ન કરી શકે અને પ્લેઓફમાં પણ જગ્યા ન બનાવી શકી. હવે એવા સમાચાર છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને ટીમમાંથી કાઢી નાખશે.
3 વર્ષે યોજાય છે મેગા ઓક્શન
આપને જણાવી દઈએ કે, IPLના નિયમો અનુસાર દર ત્રણ વર્ષે મેગા ઓક્શન યોજવામાં આવે છે. આ વખતે પણ ડિસેમ્બરમાં મેગા ઓક્શન યોજાશે. તેથી તમામ 10 ટીમોને માત્ર 4-4 ખેલાડીઓને જ રિટેન કરવાની મંજૂરી હશે. જોકે, એક રિપોર્ટ એવું પણ છે કે આ વખતે રિટેન કરનારા ખેલાડીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. હજુ સુધી IPLએ આ બાબતે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
4 ખેલાડી ખેલાડીઓને કરશે રિટેનઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી કોઈપણ કિંમતે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને પોતાની સાથે રાખવા માંગે છે. એવામાં ફ્રેન્ચાઈઝી હાર્દિક પંડ્યાને રિલીઝ કરશે, કારણ કે સૂર્યકુમાર હવે ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝી તેમને ટીમની કમાન સોંપી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025 માટે સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માને રિટેન કરી શકે છે.
ADVERTISEMENT