MS Dhoni ને T20 વર્લ્ડકપ રમવા માટે મનાવશે BCCI? જુઓ રોહિત શર્માએ શું જવાબ આપ્યો

MS Dhoni: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024નું આયોજન થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય કેપ્ટન Rohit Sharma એ પૂર્વ ભારતીય કેપ્ટન MS Dhoni ને લઈને મોટું નિવેદન આપ્યું છે.

T20 World Cup

T20 World Cup

follow google news

MS Dhoni: દુનિયાના દરેક મોટા ક્રિકેટર હાલમાં IPL 2024માં વ્યસ્ત છે. જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને આ લીગ દરેક ખેલાડી માટે મહત્વપૂર્ણ છે. જ્યાં સ્ટાર ખેલાડીઓ આ લીગ દ્વારા પોતાની તૈયારીઓને મજબૂત કરી રહ્યા છે, ત્યારે બાકીના ખેલાડીઓ વર્લ્ડ કપની ટીમમાં પોતાનો દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય કેપ્ટન Rohit Sharma એ પૂર્વ ભારતીય કેપ્ટન MS Dhoni ને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીની આ છેલ્લી આઈપીએલ માનવામાં આવે છે અને આ લીગમાં તે પોતાની તોફાની બેટિંગથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. છેલ્લી મેચમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 બોલમાં 20 રન બનાવ્યા હતા અને તેની 20 રનની આ જ ઈનિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સની 20 રને હારની વાર્તા પણ લખી હતી. ધોનીની તોફાની ઇનિંગ્સના વખાણ કરતા રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં તેના રમવા અંગે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડકપ પહેલા ભારતને મોટો ઝટકો, IPL ટીમનો સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

રોહિતે ધોની વિશે શું કહ્યું?

વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ધોની વિશે રોહિતે કહ્યું કે, મેચના અંતે તેની ચાર બોલની ઇનિંગે મોટો ફરક પાડ્યો હતો. રોહિતે ચહેરા પર મોટું સ્મિત સાથે કહ્યું- મને લાગે છે કે એમએસ ધોનીને નિવૃત્તિમાંથી બહાર આવવા અને વર્લ્ડ કપ માટે અમેરિકામાં ભારત માટે રમવા માટે મનાવવા મુશ્કેલ હશે. તે થાકી ગયો છે, પણ તે અમેરિકા આવશે.

કાર્તિકને સમજાવવો સરળ

ક્લબ પ્રેરી ફાયર પોડકાસ્ટમાં રોહિતે કહ્યું કે, ધોની વર્લ્ડ કપ દરમિયાન અમેરિકા પ્રવાસ પર જશે. તેણે કહ્યું કે, તે ગોલ્ફ માટે અમેરિકા જશે. પોડકાસ્ટમાં ધોની સિવાય રોહિતે દિનેશ કાર્તિકના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપ માટે ધોનીને મનાવવો મુશ્કેલ હશે, પરંતુ કાર્તિકને મનાવવો આસાન હશે. 

રોહિતે કહ્યું- હું દિનેશ કાર્તિકથી ખૂબ જ પ્રભાવિત છું. તે શાનદાર બેટિંગ કરી રહ્યો છે. મને લાગે છે કે DKને સરળતાથી મનાવી શકાય છે.

આ પણ વાંચો: IPLના 11 દિવસમાં 6 સદી... Kohli, હેડ કે જોસ બટલર, જાણો કોણે ફટકારી સૌથી ઝડપી સદી?

ધોની અને કાર્તિકનું પ્રદર્શન

ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર્દિક પંડ્યાની ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. તે 20 રન બનાવી અણનમ રહ્યો હતો. તે મેચમાં રોહિતે પણ સદી ફટકારી હતી. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા કાર્તિકે મુંબઈ સામે 23 બોલમાં અણનમ 53 અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા.

    follow whatsapp