Indian team Struggling In Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. જેમાં 27 વર્ષ પછી ભારતને ODI શ્રેણીમાં શ્રીલંકાએ હરાવ્યું છે. શ્રીલંકાએ કોલંબોમાં ત્રીજી ODI 110 રને જીતી હતી. બુધવારે શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 7 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા. ભારત 26.1 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર પાછળ ટીમનું બેટિંગમાં નબળું પ્રદર્શન સહિત અનેક કારણો જવાબદાર છે.
ADVERTISEMENT
ભારતીય ટીમની હારના પાંચ કારણ
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનમાં પ્રેક્ટિસનો અભાવ
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોમાં મેચ પ્રેક્ટિસનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિરાટ કોહલીથી લઈને શુભમન ગિલ સહિત બેટર પિચ પર સંઘર્ષ કરી રહ્યા હતા. જો કે રોહિત શર્મા ચોક્કસપણે ફોર્મમાં દેખાઈ રહ્યો છે, પરંતુ અન્ય બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા છે.
ડિફેન્સિવ ગેમ ટીમ ઈન્ડિયા પર ભારે પડી
શ્રીલંકાના બોલરો સામે ભારતીય બેટ્સમેનો ડિફેન્સિવ મોડમાં જોવા મળે છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સ્પિનરો સામે બચાવ કરી રહ્યા છે, તેથી તેમને બોલને સંપૂર્ણ મોમેન્ટમ આપવાની તક મળી રહી છે. બીજી વનડેમાં 4 ભારતીય બેટ્સમેન LBW આઉટ થયા હતા.
બેટિંગમાં મિડલ ઓર્ડરનો'ફ્લોપ શૉ'
ભારતના બેટરોનું આજે ખૂબ જ સામાન્ય પરફોર્મન્સ જોવા મળ્યું હતું. રિષભ પંત, શ્રેયસ અયર, અક્ષર પટેલ અને શિવમ દુબે તમામ સિંગલ ડિજિટના આંકડા સાથે આઉટ થયા હતા.
પાર્ટ-ટાઇમ સ્પિનર સામે ખરાબ પ્રદર્શન
શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ 62 વનડેમાં 11 વિકેટ ઝડપી છે. તેણે આ સિરીઝમાં 6 વિકેટ લીધી છે. તેણે 11માંથી 10 વિકેટ માત્ર ભારતીય બેટ્સમેનોને આઉટ કરીને લીધી હતી. ભારતના દમદાર બેટ્સમેનોની પાસે પાર્ટ-ટાઇમ ઓફ સ્પિનરના બોલનો કોઈ જવાબ નથી.
પ્લેઈંગ-11માં બદલાવ ખાસ કારગર ન રહ્યો
આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક મળી નથી. તેમના સ્થાને ઋષભ પંત અને રિયાન પરાગે અનુક્રમે પ્લેઇંગ-11માં પ્રવેશ કર્યો હતો. જો વાત કરવામાં આવે બેટિંગની તો ઋષભ પંત ફ્લોપ રહ્યા અને રિયાન પરાગ પણ ન ચાલ્યો. જોકે, રિયાને બોલિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેમ છતાં પ્લેઈંગ-11માં બે બદલાવથી કોઈ મોટો ફાયદો થયો ન હતો.
ADVERTISEMENT