IPL 2024: RCB આટલા વર્ષોથી કેમ નથી જીતી શકતી IPL ટ્રોફી? પૂર્વ ક્રિકેટરે આપ્યો 'જીતનો ગુરુમંત્ર'

 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તે સાતમાંથી છ મેચ હારી ગઈ છે. RCB અત્યારે 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો આગામી 1-2 મેચોમાં આવવું જ પ્રદર્શન રહ્યું તો ફરીથી IPL ટાઇટલ જીતવાની તેની આશાઓ પાણી ફરી વળશે.

કેમ 16 વર્ષથી ખિતાબ જીતી નથી શકી RCB?

IPL 2024

follow google news

Why RCB Can't Ever Won The IPL?: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તે સાતમાંથી છ મેચ હારી ગઈ છે. RCB અત્યારે 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો આગામી 1-2 મેચોમાં આવવું જ પ્રદર્શન રહ્યું તો ફરીથી IPL ટાઇટલ જીતવાની તેની આશાઓ પાણી ફરી વળશે. એવામાં પૂર્વ ક્રિકેટર Robin Uthappa એ  જણાવ્યું છે કે શા માટે હાલ સુધી IPLટાઇટલ નથી જીતી શક્યું RCB? અને જો કોહલીની ટીમ આ ટ્રોફીને જીતવા માંગતી હોય તો તેમણે શું કરવું જોઈએ તે અંગે પણ વાત કરી. 

શા માટે IPL ટાઇટલ જીતી નથી શક્યું RCB?

એક Youtuber ના પોડકાસ્ટ દરમિયાન પૂર્વ ક્રિકેટરે IPL ની ટીમના પ્રદર્શન વિશે અને ઘણા દિગ્ગજ ખેલાડીઓ વિશે વાત કરી હતી. જેમાં એક સવાલ તેમણે એ વાત જણાવી કે શા માટે અત્યારે સુધીમાં RCB કોઈ ટ્રોફી જીતી શક્યું નથી? તેમણે કહ્યું કે, એલ્ટિટ્યુડના આધારે જોવામાં આવે તો બેંગ્લોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઊંચાઈ પર દુનિયામાં બીજા નંબર પર આવે છે જેના કારણે જ જ્યારે બોલને હવામાં મારવામાં આવે છે ત્યારે તે વધુ દૂર સુધી જઈ શકતો નથી અને ત્યાં હીટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે.

તેમણે KKR નું ઉદાહરણ આપી પોતાની વાત સમજાવી કે કેવી રીતે તેમણે 2012 અને 2014 માં ટાઇટલ પોતાના નામ કર્યુ. તેમણે કહ્યું કે, KKR એ ત્યારે પોતાના હોમગ્રાઉન્ડમાં સામે વાળી ટીમ માટે મુશ્કેલી ઊભી કરી હતી અને બેટિંગમાં સારા રન ફટકાર્યા હતા તેમજ બોલિંગમાં પિયુષ ચાવલા, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શાકિબ અલ હસન જેવા સ્પિનરનો ઉપયોગ કરી સામે વાળી ટીમની જીત અટકાવી. એટલે કે KKR ની જેમ RCB મેનેજમેન્ટ પણ જો પીચ અને ગ્રાઉન્ડની કન્ડિશનને આધારે જો આ પ્રકારના યોગ્ય ફેરફાર કરશે તો તેને ચોક્કસથી પરિણામ મળશે. 

આટલી સરકારી નોકરીઓ પર અરજી પ્રક્રિયા શરૂ, એપ્લાય કરવાની છેલ્લી તારીખ નજીક, જાણો વિગત

પ્લેઓફમાં પહોંચવા માટેનું ગણિત 

આ સિવાય પૂર્વ ક્રિકેટર Robin Uthappa એ પ્લેઓફમાં પહોંચવા માટે એક ગણિત પણ આપ્યું કે, જ્યારે કોઈ ટીમને પ્લેઓફ ક્વોલિફાય કરવું હોય તો તેમણે હોમગ્રાઉન્ડ પર રમાતી 7 મેચમાંથી ઓછામાં ઓછી પાંચ મેચ અને બાકી રહેલી 7 મેચમાંથી ક્વોલિફાય થવા માટે 3 થી 4 મેચ જીતવી ફરજિયાત છે તો જ તે પ્લેઓફ ક્વોલિફાયમાં કરી શકે છે. 

ટીમમાં શું ફેરફાર કરવાની જરૂર છે?

Robin Uthappa ને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જો તમને RCB ના ટીમ મેનેજમેન્ટનો હિસ્સો બનાવવામાં આવે તો તમે ટીમમાં શું ફેરફાર કરશો? ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે, પહેલા તો હું ટીમમાં ચહલને પાછો લાવીશ અને તેના સિવાય હર્ષલ પટેલને પણ પાછો લાવવાનો પણ પ્રયત્ન કરીશ અને બોલિંગ માટે તેવી કન્ડિશન બનાવીશ કે જેથી સામેની ટીમને અટકાવી શકાય. આ સિવાય હું એક ખેલાડીને તેના પરફોર્મન્સ માટે સ્વતંત્રતા આપીશ કે જેથી તેનું બેસ્ટ પરફોર્મન્સ બહાર આવી શકે. આ માટે તેમણે CSK ના ટીમ મેનેજમેન્ટનું ઉદાહરણ આપ્યું હતું. અત્યાર સુધીમાં RCB ટીમમાં 20 જેટલા બદલાવ થયા છે તે વાત પર પણ તેમણે કહ્યું કે, ફિનિશર અને બોલરની સિક્યુરિટી માટે તેને લાંબા સમય સુધી ચાન્સ આપવો જોઈએ જેથી તે તેનું પરફોર્મન્સ બહાર લાવી શકે અને ટીમને મજબૂત કરી શકે.   

 

    follow whatsapp