શિખર ધવનને કેમ કહેવામાં આવે છે 'ગબ્બર'? ફિલ્મ શોલે સાથે કનેક્શન

Gujarat Tak

24 Aug 2024 (अपडेटेड: Aug 24 2024 2:48 PM)

Shikhar Dhawan Gabbar Name Behind Reason: ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક ઓપનિંગ બેટ્સમેનમાંથી એક શિખર ધવન (Shikhar Dhawan) હાલમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના કારણે ચર્ચામાં છે.

Shikhar Dhawan

શિખર ધવનનું નામ 'ગબ્બર' કેવી રીતે પડ્યું?

follow google news

Shikhar Dhawan Gabbar Name Behind Reason: ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક ઓપનિંગ બેટ્સમેનમાંથી એક શિખર ધવન  (Shikhar Dhawan) હાલમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના કારણે ચર્ચામાં છે. શિખર ધવને સંન્યાસનો નિર્ણય લેતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. જી હાં, શિખર ધવનના રિટાયરમેન્ટથી ફેન્સ નારાજ છે, પરંતુ શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયાના ગબ્બર કહેવાતા શિખર ધવનને 'ગબ્બર' કેમ કહેવામાં આવે છે? જો નહીં તો ચાલો જાણીએ...

'ગબ્બર' નામ કેવી રીતે પડ્યું?

વાસ્તવમાં, શિખર ધવનનું નામ 'ગબ્બર' એમ જ નથી પડ્યું. ભલે શિખર ધવનના મિત્રોએ તેમને આ નામ આપ્યું છે, પરંતુ તેની પાછળનું કારણ પણ ખૂબ જ ખાસ છે. હવે બધા એ તો જાણે છે કે શિખર ધવન ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક ઓપનિંગ બેટ્સમેનોમાંથી એક છે, તેથી સ્વાભાવિક છે કે મેદાન પર તેમનો દબદબો પણ હશે. આ વાત ત્યારની છે જ્યારે શિખર ધવને મેદાનમાં તેમનો પગ મૂક્યો હતો. ધીમે-ધીમે શિખર ધવને મેદાન પર દબદબો બનાવવાનું શરૂ કરી દીધું. 

ફિલ્મ 'શોલે' સાથે છે કનેક્શન

આ પછી જ્યારે શિખર ધવન ઘેરલું મેચમાં પોતાનો જલવો બતાવી રહ્યા હતા, ત્યારે દિલ્હીના તેમના મિત્રોએ તેમનું નામ 'ગબ્બર' રાખ્યું. 'ગબ્બર' નામની વાત કરીએ તો તે વર્ષ 1975ની બોલિવૂડ ફિલ્મ 'શોલે'ના મહાન ખલનાયક 'ગબ્બર સિંહ' સાથે જોડાયેલ છે. ફિલ્મમાં ‘ગબ્બર’નું પોતાનું આગવું પાત્ર છે અને ગબ્બર એક એવું પાત્ર છે જે ભારતીય સિનેમાના સૌથી યાદગાર પાત્રોમાંથી એક છે. '

મિત્રોએ આ કારણે આપ્યું નામ

મેદાન પર શિખર ધવનના જલવાને જોઈને તેમના સાથીઓએ તેમને 'ગબ્બર'નું નામ આપ્યું અને કેટલાક લોકોને તે એટલું ગમ્યું કે તેઓએ સિનેમેટિક આઈકોન સાથે શિખર ધવનના ક્રિકેટ પ્રદર્શનની તુલના કરવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેને પોતે પણ એક વખત આ વિશે વાત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો, ત્યારે કંઈક એવું થયું કે આ નામ ત્યાં પોપ્યુલર થઈ ગયું.

કોચે પણ રાખ્યું નામ

શિખર ધવને જણાવ્યું કે, જ્યારે તેઓ સિલી પોઈન્ટ પર બેઠા હતા અને બીજી ટીમ ભાગીદારી કરી રહી હતી, તે સમયે ખેલાડીઓ નીચે બેસી ગયા હતા. તે સમયે મેં અચાનકથી બૂમ પાડી હતી કે, 'બહુત યારાના હૈ સુવર કે બચ્ચો' જેના પર બધા હસી પડ્યા હતા. તે સમયે અમારા કોચે અહીંથી મારું નામ ગબ્બર જાહેર કર્યું અને તે પોપ્યુલર બન્યું.


 

    follow whatsapp