Rohit Sharma : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) તેમના શાનદાર નેતૃત્વની સાથે-સાથે મેદાન પર ગુસ્સો કરવા માટે પણ ખૂબ જ જાણીતા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત તેમના આ પ્રકારના વીડિયો ખૂબ જ શેર પણ થાય છે. આવી સ્થિતિમાં રોહિત શર્માના ગુસ્સાને લઈને ફેન્સ અલગ-અલગ અભિપ્રાય આપતા પણ જોવા મળે છે. આ વચ્ચે જ્યારે રોહિત શર્માના સાથી ખેલાડી અને ટીમ ઈન્ડિયા (Team India) ના દિગ્ગજ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ને આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું, જે લોકોને ખૂબ જ પસંદ પણ આવ્યું.
ADVERTISEMENT
મોહમ્મદ શમીએ શું કહ્યું?
CEAT દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રોહિત શર્માને લઈને મોટો ખુલાસો કર્યો છે. મેદાન પર કેપ્ટનના ગુસ્સા અને રિએક્શન માટે મોહમ્મદ શમીએ કહ્યું કે, 'સૌથી પહેલા મને રોહિત શર્માનું આ કામ બહું ગમે છે કે તેઓ બોલિંગમાં અમને ફૂલ ફ્રીડમ (સ્વતંત્રતા) આપે છે. ત્યારબાદ જો કોઈ ખેલાડી તેમની અપેક્ષાઓ પર ખરતા નથી ઉતરતા તો તેમનું એક્શન બહાર આવવા લાગે છે. તેઓ સમજાવે છે કે આપણે કેવા પ્રયાસો કરવો જોઈએ અને જો આ પછી પણ અમારું પ્રદર્શન સુધરતું નથી તો પછી તમે ટીવી સ્ક્રીન પર જે રિએક્શન જુઓ છો અને કહ્યા વિના સમજી જાવ છો, તે સામે આવવા લાગે છે.'
શ્રેયસ અય્યરે શું કહ્યું?
મોહમ્મદ શમીના આ નિવેદન બાદ શ્રેયસ અય્યરે માઈક હાથમાં લઈને કહ્યું કે, આ યોગ્ય વાત છે. શમી ભાઈ સાચું કહી રહ્યા છે. તેઓ ફિલ ઈન ધ બ્લેંક્સ હોય છે. તેઓ જે પણ તે સમયે ઈશારામાં બોલી રહ્યા હોય છે તે પણ સારી રીતે સમજાય જાય છે. પરંતુ ઘણા વર્ષો સુધી રોહિત ભાઈ સાથે રમ્યા બાદ જાણવા મળ્યું કે તેઓ એક સારા લીડર છે અને તેમની અંદર શાનદાર નેતૃત્વ ક્ષમતા છે.
રોહિત શર્માના જવાબે જીતી લીધું દિલ
મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરના આ નિવેદન પર ભારતીય કેપ્ટને પણ પ્રતિક્રિયા આપી. રોહિત શર્માના જવાબે ત્યાં બેઠેલા તમામ ખેલાડીઓ સહિત BCCI સચિવ જય શાહનું પણ દિલ જીતી લીધું. રોહિત શર્માએ કહ્યું કે, તેઓ જે પણ બીજા માટે એપ્લાય કરે છે, તે જ તેઓ પોતાના માટે પણ કરે છે. બધું કરીને પોતાના સાથી ખેલાડીઓને બતાવે છે.
ADVERTISEMENT