Sachin Tendulkar ના સુરક્ષાકર્મીએ કેમ પોતાને જ મારી ગોળી? અધિકારીઓમાં મચ્યો ખળભળાટ

Sachin Tendulkar Security Guard commits Suicide: મહારાષ્ટ્રના જલગાંવમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની સુરક્ષામાં તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના એક જવાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.

Sachin Tendulkar Security Guard commits Suicide

ચોંકાવનારી ઘટના

follow google news

Sachin Tendulkar Security Guard commits Suicide: મહારાષ્ટ્રના જલગાંવમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar)ની સુરક્ષામાં તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના એક જવાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ન્યૂઝ એજન્સી IANSએ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. મૃતક જવાનની ઓળખ પ્રકાશ કાપડે તરીકે થઈ છે. તેઓ રજા પર પોતાના ઘરે ગયા હતા.

ગોળી મારી કર્યો આપઘાત

પ્રકાશ કાપડે (39)એ પોતાની સરકારી બંદૂકથી ગળામાં ગોળી મારી હતી. તેમના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા, પત્ની, બે નાના બાળકો, એક ભાઈ અને અન્ય સભ્યો છે. જામનેર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર કિરણ શિંદેએ જણાવ્યું કે આ ઘટના મંગળવાર-બુધવારની રાત્રે 1.30 વાગ્યે બની હતી. તેમણે શા માટે આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી.

SRPF પણ કરશે તપાસ 

કિરણ શિંદેએ જણાવ્યું કે , 'પ્રારંભિક તપાસથી એવું લાગે છે કે તેમણે અંગત કારણોસર આ પગલું ભર્યું છે, પરંતુ અમે તપાસની સંપૂર્ણ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.' જામનેર પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. તેમના પરિવારના સભ્યો, સહકર્મીઓ અને અન્ય પરિચિતોની પૂછપરછ કરવામાં આવી રહી છે. VVIP સુરક્ષા માટે સૈનિક તૈનાત હોવાથી SRPF પણ સ્વતંત્ર તપાસ કરે તેવી શક્યતા છે. 


 

    follow whatsapp