Team India SA Tour: ભારતીય ટીમની આગામી 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ શરૂ થઈ રહી છે. આ માટે ટી-20 ટીમના સદસ્યો બેંગ્લોરથી સાઉથ આફ્રિકા જવા રવાના થયા હતા. ત્યારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે પ્લેનમાંથી એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના સદસ્યોની સાથે એક યુવતી પણ જોવા મળી રહી છે. ત્યારે ક્રિકેટ ફેન્સ આ યુવતી કોણ છે તેને લઈને વિચારમાં પડી ગયા છે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા સાથે દેખાઈ મિસ્ટ્રી ગર્લ
ફોટોમાં દેખાઈ રહેલી આ યુવતીનું નામ રજલ અરોડા છે. રજલના ઈન્સ્ટા બાયો મુજબ, રજલ ટીમ ઈન્ડિયા અને IPLની ડિજિટલ એન્ડ મીડિયા મેનેજર છે. તે પાછલા 8 વર્ષથી BCCI સાથે જોડાયેલી છે. રજલના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 60 હજાર ફોલોઅર્સ છે. રજલની કે.એલ રાહુલની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે પણ સારી એવી બોન્ડિંગ છે.
ભારતીય ટીમનું શેડ્યૂલ
ભારતીય ટીમની આગામી 10, 12, 14 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-20 મેચની સીરિઝ રમાવાની છે. આ બાદ 17, 19 અને 21 ડિસેમ્બરના રોજ વન-ડે મેચ રમાશે. આ બાદ 26થી 30 ડિસેમ્બર વચ્ચે પહેલી ટેસ્ટ મેચ અને 3થી 7 જાન્યુઆરીએ બીજી ટેસ્ટ મેચ રમાશે.
ભારતની ટી-20 ટીમમાં કોણ-કોણ?
ભારતની T20 ટીમઃ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન , જિતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને દીપક ચહર.
ADVERTISEMENT