India vs New Zealand Semi Final 1 Live Score: આઇસીસી વર્લ્ડ કપ 2023 વન ડે વર્લ્ડકપ 2023 માં આજે મુંબઇના વાખનેડે સ્ટેડિયમમાં ટુર્નામેન્ટમાં પહેલા ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં સતત 9 મેચ જીતી છે. બીજી તરફ ભારતીય ટીમ આ સેમીફાઇનલથી માન્ચેસ્ટરમાં 2019 વર્લ્ડ કપમાં કીવી ટીમ સામે હારનો બદલો લેવા પણ ઇચ્છશે.
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપના સેમીફઆઇનલ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલી હવે વન ડે ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારનાર બેટ્સમેન બની ચુક્યા છે. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો, જેમાં 49 સદી ફટકારી છે. કોહલીએ 279 મી ઇનિંગમાં પોતાની 50 મી સદી પુરી કરી છે.
સદીની પણ અડધી સદી ફટકારનારો વિશ્વનો એકમાત્ર ખેલાડી
વિરાટ કોહલીએ આજે રેકોર્ડના પણ રેકોર્ડ બનાવ્યા હતા. વિરાટ કોહલી આજે સૌથી વધારે વર્લ્ડ કપ રન બનાવનારો ખેલાડી તો બન્યો જ હતો સાથે સાથે તેણે સદીની પણ અડધી સદી બનાવીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ આજે પોતાની આંતરરાષ્ટ્રીય વન ડે કારકિર્દીની 50 મી સદી ફટકારી હતી. આ સાથે તે આવું કરનારો વિશ્વનો પ્રથમ અને એક માત્ર ખેલાડી બની ગયો હતો.
વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો
બીજી તરફ ન્યૂઝીલેન્ડે 2021 આઇસીસી વર્લ્ડટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને પરાજીત કર્યું હતું. આ તમામ વાતો ભારતીય ટીમને ખુબ જ ખટકી રહી છે. આમ તો ખાસ વાત છે કે, આટલું જ નહી વાનખેડે સ્ટેડિયમ છે. જ્યાં 2011 માં ભારતે 28 વર્ષ બાદ વન ડે વર્લ્ડ કપ જીતી હતી.
ADVERTISEMENT