કોહલી-રોહિત વનડે અને ટેસ્ટમાંથી ક્યારે લેશે નિવૃત્તિ? પૂર્વ ભારતીય કોચનો મોટો ખુલાસો

Rohit-Virat retirement: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે આ વર્ષે યોજાયેલા T20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

Rohit-Virat

Rohit-Virat

follow google news

Rohit-Virat retirement::રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે આ વર્ષે યોજાયેલા T20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપ બાદ રોહિત અને વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હાલમાં ટેસ્ટ અને વનડે રમી રહ્યા છે. કોહલી-રોહિતનો ટાર્ગેટ 2027નો ODI વર્લ્ડ કપ હશે. પરંતુ તે પહેલા જ ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

રોહિત-કોહલી ODI અને ટેસ્ટમાંથી ક્યારે લેશે સંન્યાસ

કોહલી-રોહિતની ટેસ્ટ અને વનડે નિવૃતિ વિશે પૂર્વ બેટિંગ કોચે એક પોડકાસ્ટમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું- મને લાગે છે કે રોહિત શર્મા જ્યાં સુધી તેનું ફિટનેસ હશે અને પરવાનગી મળશે ત્યાં સુધી તે રમવાનું ચાલુ રાખશે. સાથે કહ્યું કે, સચિન તેંડુલકર 40 વર્ષની ઉંમર સુધી રમતા રહ્યા, રાહુલ દ્રવિડ પણ લગભગ આટલી જ ઉંમર સુધી રમ્યા હતા. તેમણે આ વસ્તુ કોહલી માટે પણ કહી હતી અને જણાવ્યું હતું કે, વિરાટ 5 વર્ષ સુધી ટેસ્ટ રમી શકે છે. તેમણે આગળ કહ્યું કે, રોહિત શર્માએ કેપ્ટન તરીકે ICC T20 વર્લ્ડ કપ જીત્યો છે અને હવે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ જીતવા માંગશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ કોની વચ્ચે રમાશે?

WTC પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ અનુસાર, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મુકાબલો નિશ્ચિત માનવામાં આવે છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ હવે બાંગ્લાદેશ સામે તેની આગામી ટેસ્ટ શ્રેણી ઘરઆંગણે રમવાની છે. આ બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે.

    follow whatsapp