IND vs SL: કોચ બન્યા બાદ પહેલીવાર વિરાટ કોહલીને મળ્યા ગૌતમ ગંભીર, સામે આવી તસવીર અને વીડિયો

ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની લેટેસ્ટ તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણી પહેલા બંને નેટ પ્રેક્ટિસ દરમિયાન મળ્યા હતા.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર

Virat Kohli Meet Gautam Gambhir

follow google news

Virat Kohli Meet Gautam Gambhir : ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી બંને દિલ્હીથી શ્રીલંકા પહોંચ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બંને વચ્ચેની બબાલ બાદ સૌકોઈ કોચ તરીકે ગંભીર અને ખેલાડી તરીકે કોહલીની મુલાકાતની રાહ જોઈ રહ્યા હતા. વનડે સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચેલા વિરાટ કોહલીએ કોચ ગંભીરની દેખરેખ હેઠળ પ્રથમ વખત પ્રેક્ટિસ કરી હતી. BCCIએ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનની તસવીર શેર કરી છે. આમાં બંને એકબીજા સાથે સારો સમય પસાર કરતા જોવા મળે છે. તો મુફદ્દલ વોહરાએ પણ બંનેની તસવીર શેર કરી છે.

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીમાં 3-0થી શાનદાર જીત સાથે કરી છે. હવે દરેક વ્યક્તિ ODI શ્રેણીની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે કારણ કે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહી ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમાં પ્રવેશ કરશે. રાહુલ દ્રવિડનો ભારતીય ટીમ સાથે કોચ તરીકેનો કરાર સમાપ્ત થયા બાદ ગૌતમ ગંભીરને આ જવાબદારી સોંપવામાં આવી છે. વિરાટ અને ગંભીર વચ્ચે મેદાન પર સારા સંબંધો નહોતા જેના કારણે બધા બંનેના એકસાથે આવવાની રાહ જોઈ રહ્યા હતા.

ગંભીર અને કોહલી વીડિયોમાં પણ જોવા મળ્યા

ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની લેટેસ્ટ તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણી પહેલા બંને નેટ પ્રેક્ટિસ દરમિયાન મળ્યા હતા અને ઘણી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી હતી. બીસીસીઆઈએ પ્રેક્ટિસ સેશનની તસવીર અને વીડિયો પણ શેર કર્યો છે જેમાં બંને મેદાન પર બનેલી ભૂતકાળની વાતોને ભૂલીને એકદમ ખુશ દેખાઈ રહ્યા છે.

વિરાટ અને ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી

ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી બે વખત સામસામે આવી ચુક્યા છે. ખેલાડી તરીકે પહેલીવાર બંને 2013માં મેદાન પર ટકરાયા હતા. કોલકાતાની કેપ્ટનશીપ કરતી વખતે ગંભીરની આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી સાથે ટક્કર થઈ હતી. આ પછી ગંભીર, લખનૌ સુપરજાયન્ટ્સનો મેન્ટર હતો ત્યારે મેચ બાદ વિરાટ સાથે ઝઘડો થયો હતો.

    follow whatsapp