RR vs RCB: જયપુરમાં આવ્યું Kohli નું તોફાન, IPLની 8મી સદી ફટકારીને બનાવ્યો 'વિરાટ' રેકોર્ડ

IPL RR vs RCB: Virat Kohli એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 19મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangluru) માટે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

Virat Kohli

Virat Kohli

follow google news

IPL RR vs RCB: Virat Kohli એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 19મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangluru) માટે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીની (Virat Kohli) IPL કારકિર્દીની આ 8મી સદી છે. વિરાટ કોહલીએ અગાઉ 2019માં KKR સામે તેની 7મી સદી ફટકારી હતી. 17મી સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ પ્રથમ સદી છે. પોતાની અણનમ સદીની ઇનિંગ્સમાં વિરાટે 9 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. રાજસ્થાન સામેની આ મેચમાં RCBની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. ફાફ ડુપ્લેસીસ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા વિરાટ કોહલીએ શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગથી રાજસ્થાનના બોલરોને સંપૂર્ણ રીતે ડરાવી દીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદની રેસ્ટોરાંએ બ્રાહ્મણ પરિવારને નોન-વેજ પીરસ્યું, ગ્રાહકે રૂ.30 લાખનો દાવો માંડ્યો

IPLની 17મી સિઝનમાં પહેલી 100 રનની પાર્ટનરશીપ

આ દરમિયાન વિરાટ કોહલીએ કેપ્ટન ફાફ ડુપ્લેસીસ સાથે મળીને 100થી વધુની ઓપનિંગ ભાગીદારી કરી હતી. IPLની આ 17મી સિઝનમાં પહેલીવાર કોઈ ટીમના ઓપનરો વચ્ચે 100 કે તેથી વધુ રનની ભાગીદારી થઈ છે.

કોહલીએ સદી સાથે બનાવ્યા અનેક રેકોર્ડ

વિરાટ IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. તેના પછી ક્રિસ ગેલનો નંબર આવે છે જેણે 6 સદી ફટકારી છે. કોહલીએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે IPLમાં પોતાના 7500 રન પણ પૂરા કર્યા. વિરાટ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન છે. કોહલીએ IPLની આ સિઝનમાં 316 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપ પર વિરાટનો કબજો છે.

આ પણ વાંચો: Hardik Pandyaની ફરી થશે હૂટિંગ? MIના કેપ્ટનના સપોર્ટમાં ઉતર્યા પૂર્વ ભારતીય કેપ્ટન, ફેન્સને કરી ભાવુક અપીલ

રાજસ્થાનની ટીમે 3 કેચ છોડ્યા

રાજસ્થાન સામેની આ મેચમાં આરસીબીના ઓપનર બેટ્સમેન વિરાટ અને ડુપ્લેસિસે ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ આ દરમિયાન રાજસ્થાનના ફિલ્ડરોએ ત્રણ-ત્રણ કેચ પકડ્યા હતા. જો કે યુઝવેન્દ્ર ચહલની બોલિંગ પર 14 ઓવરમાં 125 રનના સ્કોર પર ટીમને પ્રથમ સફળતા મળી હતી. જોસ બટલરે બાઉન્ડ્રી લાઇનની નજીક ડુપ્લેસીસનો શાનદાર કેચ પકડ્યો હતો. આરસીબી માટે ડુપ્લેસિસે 33 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ અણનમ 113 રન બનાવ્યા

રાજસ્થાન સામેની મેચમાં વિરાટ કોહલી 72 બોલમાં 113 રન બનાવીને અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટે આ ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની આ જોરદાર ઇનિંગની મદદથી RCB ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 183 રન બનાવ્યા હતા.

    follow whatsapp