Virat Kohli Video : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની આજથી છેલ્લી મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ બેટિંગનો કોઈ ખાસ ફાયદો થયો નથી. ભારતના બોલરોની ઘાતક બોલિંગના કારણે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 55 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. જોકે હાલ વિરાટ કોહલીની મેચની એક વીડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
કોહલીની આ સ્ટાઈલ લોકોના મનમાં ઘર કરી ગઈ
સાઉથ આફ્રિકાના કેશવ મહારાજ જ્યારે બેટિંગ કરવા આવ્યા ત્યારે સ્ટેડિયમમાં આદિપુરુષ ફિલ્મનું ‘રામ સિયા રામ’ ગીત વાગયુ હતું. આ ગીત વાગતા કોહલી ખૂબ ખુશ થઈ ગયો હતો. તેણે હાથ જોડીને ભગવાન શ્રી રામની જેમ ધનુષ્યનો મારતા હોય તેવી સ્ટાઈલ કરી હતી. આ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો ખુશ થઈ ગયા. કોહલીની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
અગાઉ પણ કેશવ મહારાજના મેદાનમાં આવતા આ ગીત વગાડવામાં આવ્યું હતું
આ પહેલા પણ કેશવ મહારાજ જ્યારે બેટિંગ કરવા આવે છે ત્યારે આ ગીત વગાડવામાં આવે છે. જ્યારે મહારાજ ભારત સામેની ત્રીજી અને અંતિમ ODI દરમિયાન બેટિંગ કરવા આવ્યા ત્યારે પાર્લમાં ‘રામ સિયા રામ’ ગીત વગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ કેએલ રાહુલે કેશવ મહારાજ સાથે મજાક કરી હતી. રાહુલે હસીને કહ્યું કે મહારાજ, તમે જ્યારે પણ મેદાનમાં આવો છો ત્યારે ડીજે ‘રામ સિયા રામ’ ગીત વગાડે છે. આના પર, સાઉથ આફ્રિકાના ક્રિકેટરે તેમની વાત સાથે સહમત થતા લાગે છે અને પછી હસવા લાગ્યા હતા.
ભારતીય બોલરોની ઘાતક બોલિંગ
સાઉથ આફ્રિકાએ પહેલા દાવમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ મેચમાં સામાન્ય દેખાતા ભારતીય બોલરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને બે-બે વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. કાયલ વર્ને 15 રન અને ડેવિડ બેડિંગહામે 12 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતા.
ADVERTISEMENT