Vinesh Phogat ડિસ્ક્વોલિફાઈ થયા બાદ હોસ્પિટલમાં દાખલ, ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

Vinesh Phogat disqualified: પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ફાઈનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું દેશ માટે ગોલ્ડ જીતવાનું સપનું તૂટી ગયું છે.

Vinesh Phogat disqualified

Vinesh Phogat disqualified

follow google news

Vinesh Phogat disqualified: પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ફાઈનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું દેશ માટે ગોલ્ડ જીતવાનું સપનું તૂટી ગયું છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. એવામાં વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે,  વિનેશ ફોગાટ બેભાન થઈ ગઈ છે, ત્યારબાદ તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને IV પ્રવાહી આપવાની ભલામણ કરવામાં આવી છે. ડીહાઈડ્રેશનના કારણે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે, હાલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણકારી મળી રહી છે કે વિનેશ ફોગાટની તબિયત અત્યારે સ્થિર છે. આ સમાચારથી તેમના ફેન્સના જીવમાં જીવ આવ્યો છે. 

પીએમ મોદીએ કર્યું ટ્વિટ

 
પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, વિનેશ તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની નિષ્ફળતા દુઃખ આપે છે. હું ઈચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.

આખી રાત વજન ઉતારવા મહેનત કરી

સૂત્રોએ આજે ​​જણાવ્યું કે તેનું વજન 50 કિલો સાથે મેળ ખાતું નથી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે આગળની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગશે.

    follow whatsapp