USA ટીમને ઓછી આંકી... આ છે પાકિસ્તાનની હારના 5 મોટા કારણો

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ મેચને લઈને એવું માનવામાં આવતું હતું કે બાબર આઝમ એન્ડ કંપની આસાનીથી જીતી જશે, પરંતુ બિલકુલ ઊલટું થયું . અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું. સુપર ઓવરમાં અમેરિકાએ શાનદાર જીત નોંધાવી અને પાકિસ્તાનને હાર મળી.

Pakistan Team

પાકિસ્તાનની હારના કારણો

follow google news

USA Beat Pakistan in T20 World Cup : યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ મેચને લઈને એવું માનવામાં આવતું હતું કે બાબર આઝમ એન્ડ કંપની આસાનીથી જીતી જશે, પરંતુ બિલકુલ ઊલટું થયું . અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું. સુપર ઓવરમાં અમેરિકાએ શાનદાર જીત નોંધાવી અને પાકિસ્તાનને હાર મળી.

બંને ટીમો વચ્ચે 6 જૂને ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમ ડલાસમાં રમાયેલી મેચ ડ્રો થઈ હતી. આ પછી મેચ સુપર ઓવરમાં ગઈ હતી. જ્યાં અમેરિકાની નવી બનેલી ટીમે પાકિસ્તાની ટીમને હરાવીને સ્તબ્ધ કરી દીધા હતા.

ડલાસમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 20 ઓવરમાં સાત વિકેટે 159 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં યુએસએએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રણ વિકેટે 159 રન બનાવીને મેચ ટાઈ કરી હતી. આ પછી મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં યુએસએ એક વિકેટના નુકસાન પર 18 રન બનાવ્યા અને પાકિસ્તાન એક વિકેટના નુકસાન પર માત્ર 13 રન બનાવી શક્યું.

જો કે, આ મેચમાં પાકિસ્તાનની હારના 5 મુખ્ય કારણો હતા, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ હાર પર બાબર પોતે ગુસ્સામાં જોવા મળ્યો હતો.

આઝમે કહ્યું કે, તેમની ટીમ અમેરિકા સામેની T20 વર્લ્ડ કપ મેચમાં બેટ અને બોલ બંનેથી નિષ્ફળ સાબિત થઈ. બાબરે એમ પણ કહ્યું કે તેની ટીમમાં શ્રેષ્ઠ બોલરો છે, તેથી આ સ્કોરનો બચાવ કરવો જોઈતો હતો. બાબરે સ્વીકાર્યું કે તેની ટીમની બોલિંગને ધ્યાનમાં રાખીને આ સ્કોર વધુ સારો હતો.

1: પાકિસ્તાને અમેરિકાને ઓછું આંકી

આ મેચમાં પાકિસ્તાનની ટીમની હારનું સૌથી મોટું કારણ એ હતું કે તે અમેરિકાની નવી ટીમને શિખાઉ માની લીધી હતી. આ કારણે પાકિસ્તાનની ટીમને શરૂઆતથી જ લાગતું હતું કે તેઓ અમેરિકાને આસાનીથી હરાવી દેશે, પરંતુ થયું બિલકુલ ઊલટું. આ મેચમાં પાકિસ્તાનની ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર જોવા મળી હતી. તેમની વિકેટો સતત પડી રહી હતી, ત્યારબાદ જ્યારે પાકિસ્તાની ટીમ બોલિંગ કરતી હતી ત્યારે તેમના બોલરો વિકેટ લેવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જ્યારે પાકિસ્તાને મેચમાં ઘણી મિસફિલ્ડિંગ કરી હતી.

2: મોહમ્મદ આમિરને સુપર ઓવર આપવી

બાબર આઝમને એકવાર પૂછવામાં આવ્યું હતું કે શું તમે નસીમ શાહ અને જસપ્રિત બુમરાહમાં કોને સુપર ઓવર ફેંકવા આપશો? તેના પર બાબરે કહ્યું હતું કે તે નસીમ શાહને આપશે. ગઈકાલે (6 જૂન) જ્યારે સુપર ઓવર આપવાનો વારો આવ્યો ત્યારે નસીમ શાહ ત્યાં હોવા છતાં તેણે સુપર ઓવરની કમાન મોહમ્મદ આમિરને આપી. પરંતુ મોહમ્મદ આમિરને સુપર ઓવર ફેંકવા પાકિસ્તાન માટે મોંઘુ સાબિત થયું. તેણે તેની સુપર ઓવરમાં કુલ 7 વાઈડ રન આપ્યા, આમ 18 રન આપ્યા.

3: પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ફ્લોપ

આ મેચમાં અમેરિકાની ટીમે ટોસ જીતીને પાકિસ્તાનની ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. એક સમયે પાકિસ્તાનની 3 વિકેટ માત્ર 26 રનમાં પડી ગઈ હતી. મોહમ્મદ રિઝવાન (9), ઉસ્માન ખાન (3), ફખર જમાન (11) રન બનાવીને આઉટ થયા. જોકે બાબર અને શાદાબના કારણે પડોશી દેશની ઈજ્જત બચી શકી હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમ (44), શાદાબ ખાન (40) સૌથી સફળ બેટ્સમેન હતા. અંતમાં શાહીન શાહ આફ્રિદી (અણનમ 23) અને ઈફ્તિખાર અહેમદ (18)એ રનની મદદ કરી, જેના કારણે પાકિસ્તાન સન્માનજનક સ્કોર કરવામાં સફળ રહ્યું.

4: અમેરિકન ટીમની વિકેટ લેવામાં પાકિસ્તાનને ફાંફાં પડ્યા

આ મેચ દરમિયાન પાકિસ્તાનની હારનું એક મોટું કારણ એ હતું કે પહેલા તેણે 159 રન બનાવ્યા હતા, જે T20ની દ્રષ્ટિએ ઓછા હતા. ત્યારપછી જ્યારે પાકિસ્તાનની ટીમે બોલિંગ શરૂ કરી તો તેઓ અમેરિકાની વિકેટ લઈ શક્યા નહીં. પાકિસ્તાનની ટીમે સ્ટીવન ટેલરને 12 રન પર આઉટ કરીને પહેલો ઝટકો આપ્યો હતો. જ્યારે અમેરિકાની ટીમ માત્ર 36 રન જ ઉમેરી શકી હતી. એવું લાગતું હતું કે પાકિસ્તાની ટીમ અમેરિકાને હરાવી દેશે, પરંતુ પછીની વિકેટ લેતા પાકિસ્તાની ટીમને ફાંફાં પડી ગયા.

આગામી વિકેટ એન્ડ્રેસ ગૉસ (35)ના રૂપમાં પડી, જે અમેરિકાના 104 રનના સ્કોર પર આઉટ થયો હતો, ત્યારબાદ આ સ્કોરમાં વધુ 7 રન ઉમેરીને અમેરિકાની ટીમને 111ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. આ સ્કોર પર અમેરિકન કેપ્ટન મોનાંક પટેલ (50) આઉટ થયો હતો. પરંતુ આ પછી પાકિસ્તાની ટીમ કોઈ વિકેટ લઈ શકી ન હતી.

હરિસ રઉફની છેલ્લી ઓવરમાં અમેરિકાને જીતવા માટે 15 રનની જરૂર હતી. જ્યાં નીતિશે મેચના બોલ પર ચોગ્ગો ફટકારીને મેચને સુપર ઓવરમાં લઈ લીધી હતી. જ્યારે એરોન જોન્સ (36), નીતિશ કુમાર (14) બંને અણનમ રહ્યા હતા.

5: બાબર-રિઝવાન સુપર ઓવરમાં બેટિંગ કરવા ના આવવું

પાકિસ્તાન તરફથી ઇફ્તિખાર અહેમદ અને ફખર ઝમાને સુપર ઓવરની શરૂઆત કરી હતી. પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે જો પાકિસ્તાની ટીમ પાસે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમના રૂપમાં બે ઝડપી બેટ્સમેન હતા તો ફખર અને ઈફ્તિખારને ઓપનિંગ માટે કેમ મોકલવામાં આવ્યા. જેમાં ઈફ્તિખાર આખી ઓવર રમી શક્યો ન હતો અને આઉટ થયો હતો.

આ પહેલા સુપર ઓવરમાં અમેરિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને પાકિસ્તાને મોહમ્મદ આમિરને સુપર ઓવર ફેંકી હતી. એરોન જોન્સ અને હરમીત સિંહ અમેરિકા માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. જ્યારે અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકરે સુપર ઓવરમાં બોલિંગ કરી હતી. સુપર ઓવરમાં બંને ટીમોની પાસે બે-બે વિકેટ રહે છે.

    follow whatsapp