ગૌતમ ગંભીરની કોચિંગ ટીમમાં જોડાયો આ દિગ્ગજ, હજુ એક વિદેશી ખેલાડીની પણ થશે એન્ટ્રી!

Team India Coaching Staff: કોલકાતા નાઈટ રાઈડર્સના કોચિંગ સ્ટાફના બે સભ્યોએ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં પ્રવેશ કર્યો છે. બંને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ સાથે જોડાશે. ગૌતમ ગંભીરનો મિત્ર તેની સાથે શ્રીલંકા જવા માટે તૈયાર છે.

Gautam Gambhir

Gautam Gambhir

follow google news

Team India Coaching Staff: કોલકાતા નાઈટ રાઈડર્સના કોચિંગ સ્ટાફના બે સભ્યોએ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં પ્રવેશ કર્યો છે. બંને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ સાથે જોડાશે. ગૌતમ ગંભીરનો મિત્ર તેની સાથે શ્રીલંકા જવા માટે તૈયાર છે. ગંભીરના મિત્ર શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં સામેલ થયા છે. T20 વર્લ્ડ કપ જીતવાની સાથે જ રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. જે બાદ ગૌતમ ગંભીરે હાલમાં જ તેનું સ્થાન લીધું હતું, પરંતુ BCCIએ હજુ સુધી તેના કોચિંગ સ્ટાફની સત્તાવાર જાહેરાત કરી નથી.

ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં બે સદસ્યો જોડાશે

જો કે, ક્રિકબઝના અહેવાલ મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સના સહાયક કોચ અભિષેક નાયર અને ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશચેટ ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં જોડાશે. જ્યારે રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફમાં રહેલા ટી દિલીપને ફરી તક મળી છે. તે ફિલ્ડિંગ કોચ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. દિલીપે માત્ર ફિલ્ડિંગ કોચ તરીકે પોતાની છાપ છોડી નથી, પરંતુ ડ્રેસિંગ રૂમમાં પણ તેની સકારાત્મક અસર પડી હતી.

મોર્કેલ પણ મજબૂત ઉમેદવાર છે

નાયર અને ટેન ડોશચેટ બંનેને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે નવા બોલિંગ કોચ અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી, મોર્ને મોર્કેલને મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. ગંભીરની કોચિંગ ટીમમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોર્કલ મોટી ભૂમિકા ભજવે તેવી પૂરી સંભાવના છે.

કોચિંગ ટીમમાં સામેલ તમામ નવા ચહેરાઓ વિશે વાત કરીએ તો, નાયર, ટેન ડોશચેટ અને મોર્કેલ અગાઉ IPLમાં ગંભીર સાથે કામ કરી ચૂક્યા છે. નાયર અને ડોશેટ ગઈ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગંભીર સાથે હતા. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સમાં પણ મોર્કેલે ગંભીર સાથે કામ કર્યું હતું.

    follow whatsapp