ભારતના 4 ખતરનાક ક્રિકેટર્સ...જેમનું માત્ર 1 વનડે મેચ રમીને જ ખતમ થઈ ગયું કરિયર

Team India Cricketers: ભારતના 4 ક્રિકેટર્સ એવા છે, જેમનું માત્ર એક મેચ રમ્યા બાદ વનડે કરિયર ખતમ થઈ ગયું હતું. ભારત માટે બ્લુ જર્સીમાં વધારે ક્રિકેટ રમવું કદાચ આ ક્રિકેટરોની કિસ્મતમાં લખ્યું જ ન હતું.

Team India Cricketers

ભારતના 4 'અનલકી ક્રિકેટર્સ'

follow google news

Team India Cricketers: ભારતના 4 ક્રિકેટર્સ એવા છે, જેમનું માત્ર એક મેચ રમ્યા બાદ વનડે કરિયર ખતમ થઈ ગયું હતું. ભારત માટે બ્લુ જર્સીમાં વધારે ક્રિકેટ રમવું કદાચ આ ક્રિકેટરોની કિસ્મતમાં લખ્યું જ ન હતું. દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે પોતાના દેશ માટે એકવાર ક્રિકેટ જરૂર રમે અને ખૂબ જ ખ્યાતિ મેળવે. પરંતુ એવા 4 દિગ્ગજ ભારતીય ક્રિકેટરો પણ હતા, જેમણે ભારત માટે વનડે ઈન્ટરનેશનલ રમવાની તક તો મળી, પરંતુ આ જ મેચ તેમની છેલ્લી મેચ સાબિત થઈ. ચાલો આ 4 ક્રિકેટરો વિશે જાણીએ...

ફૈઝ ફઝલ

મહારાષ્ટ્રના નાગપુરમાં 7 સપ્ટેમ્બર 1985ના રોજ જન્મેલા ફૈઝ ફઝલ લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે. જેઓ વિદર્ભ ક્રિકેટ ટીમ માટે રમે છે, જેઓ અગાઉ સેન્ટ્રલ ઝોન, ઈન્ડિયા રેડ, ઈન્ડિયા અંડર-19, રેલવે અને રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યા છે. 2015-16 દેવધર ટ્રોફીમાં ફૈઝ ફઝલે ઈન્ડિયા B સામે ફાઈનલમાં ઈન્ડિયા A માટે 112 બોલમાં 100 રન બનાવ્યા હતા. ફૈઝ ફઝલે 2015-16ના ઈરાની કપમાં મુંબઈ સામે રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે 127 રન બનાવ્યા, જુલાઈ 2018માં તેમણે 2018-19 દિલીપ ટ્રોફી માટે ઈન્ડિયા બ્લુ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા. ફૈઝ ફઝલે તેમની પહેલી વનડે ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2016માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી અને તેમાં તેમણે 90.16ની સ્ટાઈક રેટથી 61 બોલમાં 55 રન બનાવ્યા હતા, પરંતુ હવે આ પ્રથમ ODI ઈન્ટરનેશનલ મેચ પણ તેમની છેલ્લી મેચ સાબિત થઈ.

પરવેઝ રસૂલ

30 વર્ષીય પરવેઝ રસૂલ ઓલરાઉન્ડર ખેલાડી છે, જેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1989ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. પરવેઝ રસૂલ રાઈટ હેન્ડ બેટ્સમેન અને ઓફ-બ્રેક બોલર છે. પરવેઝ રસૂલને વર્ષ 2014ની IPL હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 95 લાખમાં ખરીદ્યા હતા. પરવેઝ રસૂલ જમ્મુ-કાશ્મીરના પહેલા ક્રિકેટર હતા, જેમને IPLમાં રમવાની તક મળી. પરવેઝ રસૂલે 15 જૂન 2014ના રોજ મીરપુરમાં બાંગ્લાદેશ સામે ભારતીય ક્રિકેટ ટીમ માટે વન-ડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેમની પ્રથમ વનડે મેચ તેમની છેલ્લી મેચ સાબિત થઈ હતી. પરવેઝ રસૂલને આ મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ બોલિંગમાં તેમણે 2 વિકેટ ઝડપી હતી.

પંકજ સિંહ

પંકજ સિંહે 5 જૂન 2010ના રોજ શ્રીલંકા સામે તેમના કરિયરની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી, પરંતુ તેમની પ્રથમ મેચ મતેની છેલ્લી મેચ સાબિત થઈ હતી. ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં 6 મે 1985ના રોજ જન્મેલા પંકજ સિંહ ફાસ્ટ બોલર હતા. પંકજ સિંહે શ્રીલંકા સામે 42 બોલમાં 45 રન આપ્યા હતા, પરંતુ એક પણ વિકેટ લીધી ન હતી.

બી.એસ. ચંદ્રશેખર

બી.એસ.ચંદ્રશેખરે 58 ટેસ્ટ મેચ રમી, જેમાં 29.74ની એવરેજથી 242 વિકેટ લીધી, જેમાં તેમણે 16 વર્ષનું કરિયર બનાવ્યું. ચંદ્રશેખર વિશ્વના એકમાત્ર એવા ક્રિકેટર છે, જેમણે તેમની સમગ્ર ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ કરિયરમાં રન કરતાં વધુ વિકેટ લીધી છે. તેમને 1972માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ચંદ્રશેખરને 1972માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને 2002માં તેમણે ભારત માટે વિઝડન એવોર્ડ જીત્યો હતો. હવે જો આપણે તેમના વન ડે ઈન્ટરનેશનલ મેચની વાત કરીએ તો ચંદ્રશેખર 1976માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યા હતા, જેમાં તેમણે બોલિંગમાં 12ની એવરેજથી 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં તેણે 13 બોલમાં 11 રન બનાવ્યા હતા.

    follow whatsapp